Site icon Gujarat Mirror

મોરબીમાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, વાહનમાંથી 9924 દારૂની બોટલ મળી

દારૂ અને વાહન સહિત અડધા કરોડનો મુદ્દામાલ જપ્ત : એક ઝડપાયો, પાંચની શોધખોળ

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ગુલાબનગર વિસ્તારમાં જુદા જુદા વાહનોને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂૂની 9924 બોટલો મળી આવતા 50,38,800 ની કિંમતનો દારૂૂનો જથ્થો તથા ત્રણ વાહનો અને મોબાઇલ ફોન મળીને 57.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં એક આરોપીને પકડવામાં આવ્યો છે જોકે પાંચ શખ્સોના નામ સામે આવ્યા હોય કુલ છ શખ્સો સામે ગુનો નોંધી પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂૂ કરેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જે.સી ગોહિલને મળી હતી જેના આધારે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ગુલાબ નગર શેરી નં 1માં દારૂૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં મળેલ બાતમી મુજબના જુદા જુદા ત્રણ વાહનો જોવા મળ્યા હતા જેમાં કેરી ગાડી નંબર જીજે 3 બી ઝેડ 1336, કેરી ગાડી નંબર જીજે 3 બી ઝેડ 57 47 અને બોલેરો ગાડી નંબર જીજે 36 વી 0323 નો સમાવેશ થાય છે અને આ વાહનોને લીલા કલરના કંતાનથી ઢાંકીને રાખવામાં આવ્યા હતા.

જેને દૂર કરીને પોલીસ દ્વારા વાહનોને ચેક કરવામાં આવતા ત્રણેય વાહનોમાંથી કુલ મળીને દારૂૂની 9924 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 50,38,800 ની કિંમતનો દારૂૂનો જથ્થો, 7 લાખની કિંમતના ત્રણ વાહનો તેમજ 5000 રૂૂપિયાની કિંમત એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 57,43,800 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી મુસ્તકિમ ઉર્ફે લાલો અલારખાભાઈ સના (19) રહે ગુલાબ નગર શેરી નં 1 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં નવઘણભાઈ મોહનભાઈ બાંભવા રહે. તુલસી પાર્ક મોરબી, દિવ્યેશભાઈ મોહનભાઈ બાંભવા રહે. તુલસી પાર્ક મોરબી, ઓમાન અશરફભાઈ ધારાણી રહે. ખોજા સોસાયટી લાયન્સ નગર મોરબી, યુવરાજસિંહ અનુપસિંહ ડોડીયા રહે. વજેપર મોરબી અને ભીમશી કોળી રહે કાગદડી તાલુકો રાજકોટ વાળાના નામ સામે આવ્યા હતા જેથી કરીને પોલીસે હાલમાં છ શખ્સોની સામે ગુનો નોંધી બાકીના પાંચ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂૂ કરેલ છે.

Exit mobile version