ગોંડલ રોડ શિવા હોસ્ટેલમાં પોલીસનો દરોડો: કૂટણખાનુ ચલાવતા સંચાલક સહિત બે ઝડપાયા

શહેરમાં વધુ એક હોટેલમાં ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. ગોંડલ રોડ પર વિજય પ્લાઝા કોમ્પલેક્ષના બીજા માળે શીવા હોટેલમાં સંચાલક અને મેનેજર દ્વારા બહારની છોકરીઓ…

શહેરમાં વધુ એક હોટેલમાં ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. ગોંડલ રોડ પર વિજય પ્લાઝા કોમ્પલેક્ષના બીજા માળે શીવા હોટેલમાં સંચાલક અને મેનેજર દ્વારા બહારની છોકરીઓ રાખી લોહીનો વેપલો કરાવાતો હોઇ એ-ડિવીઝન પોલીસે દરોડો પાડી બંને સામે ગુનો નોંધ્યો છે. અહિ ઔરંગાબાદ, મુંબઇ, મેઘાલય અને ઉત્તરાખંડની લલનાઓ પુરી પાડી ગ્રાહકો પાસેથી 2500 રૂૂપિયા લેવામાં આવતાં હતાં. જેમાંથી 1 હજાર લલનાને આપી બાકીના 1500 સંચાલક, મેનેજર રાખી લેતાં હતાં. આ ઉપરાંત હોટેલમાંથી વિદેશી દારૂૂ પણ મળ્યો હતો.

એ-ડિવીઝન પોલીસને બાતમી મળી હતી કે ગોંડલ રોડ પર આવેલી શીવા હોટેલમાં દેહ વ્યાપારની પ્રવૃતિ ચાલે છે. આથી પોલીસે ડમી ગ્રાહકને મોકલી દરોડો પાડયો હતો. પોલીસની ટીમ ડમી ગ્રાહક તરફથી મેસેજ મળતાં જ રૂૂમ નં. 105માં પહોંચી હતી. જેમાં યુવક-યુવતિ કઢંગી હાલતમાં મળ્યા હતાં. યુવતિની પુછતાછ કરતાં તેણીએ પોતે ઔરંગાબાદ મહારાષ્ટ્રની હોવાનું કહ્યું હતું. તેમજ તેણીએ કબુલ્યું હતું કે હોટેલના માલિક નિશાંત રૂૂપારેલીયા અને મેનેજર નિલેષ આસવાણી ગ્રાહક દીઠ 2500 રૂૂપિયા વસુલે છે. જેમાંથી 1000 અમને આપે છે અને બાકીના પોતે રાખે છે. એન્ટ્રી ફીના અલગથી રૂૂા. 500 પણ વસુલવામાં આવે છે.

બીજા રૂૂમમાં ચેક કરતાં તેમાંથી ત્રણ યુવતિઓ મળી આવી હતી. તેણીએ પોતે મુંબઇ, મેઘાલય અને ઉત્તરખંડની વતની હોવાનું અને અહિ હોટેલ સંચાલક, મેનેજર તેની પાસે દેહવેપલો કરાવી ગ્રાહક દિઠ 1-1 હજાર રૂૂપિયા આપી છે તેવી કબુલાત આપી હતી. પોલીસે હોટેલમાંથી રૂૂા. 1,71,250નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે હેડકોનસ. મહેશભાઇ ચાવડાની ફરિયાદ પરથી હોટેલના સંચાલક નિશાંત કિશોરભાઇ રૂૂપારેલીયા (રહે. 150 ફુટ રીંગ રોડ, અયોધ્યા ચોક પાસે અયોધ્યા રેસીડેન્સી-4, ભાડાના મકાનમાં) તથા મેનેજર નિલેષ ઇશ્વરલાલ આસવાણી (રહે. જેતપુર, લાદી રોડ, શાક માર્કેટ પાસે ભાડેથી) વિરૂૂધ્ધ ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડની તજવીજ કરી હતી.

હોટેલમાં તપાસક રતા દારૂૂની 750 એમએલની એક ખુલેલી બોટલ પણ મળી હતી. જેમાં આશરે 200મીલી જેટલો દારૂૂ હોઇ તેની કિંમત રૂૂા. 100 ગણી આ અંગે હોટેલ સંચાલક નિશાંત રૂૂપારેલીયા વિરૂૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ અલગથી ગુનો દાખલ કરાયો હતો.આ કામગીરી એ-ડિવીઝન પીઆઇ જે. વી. વાઢીયા, પીએસઆઇ એસ. એમ. રાણા, પીએસઆઇ એસ. જે. સોલંકી એએસઆઇ ભરતસિંહ ગોહિલ, હેડકોન્સ. કનુભાઇ બસીયા, મહેશભાઇ ચાવડા, કરણભાઇ વિરસોડીયા, મહિલા પીએસઆઈ આર. એમ. બરાડીયા, કોન્સ. રૂૂતિકાબેન સહિતના સ્ટાફે કરી હતી.