લાખાજીરાજ રોડ પર હોટલ ‘ફ્લોરા ઇન’ માં ચાલતા કૂટણખાના પર પોલીસનો દરોડો

રાજકોટ શહેરના લાખાજીરાજ રોડ પર રવિવારની રાત્રે પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે બાપુના બાવલા પાસે આવેલી ’હોટલ ફ્લોરા…

રાજકોટ શહેરના લાખાજીરાજ રોડ પર રવિવારની રાત્રે પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે બાપુના બાવલા પાસે આવેલી ’હોટલ ફ્લોરા ઇન’ માં દરોડો પાડવામાં આવ્યો હતો. આ હોટલમાં બહારથી સ્ત્રીઓને બોલાવી દેહવ્યાપારનો ગેરકાયદેસર વ્યવસાય ચલાવવામાં આવતો હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસે વ્યૂહાત્મક રીતે રેડ કરી હતી. આ કામગીરી દરમિયાન હોટલના કાઉન્ટર પરથી સંચાલક મહિલા મહેઝબીન ઉર્ફે માયા ઉર્ફે નીકીતા હરેશભાઇ કાકડીયાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપી રીઝવાન હાલ પોલીસ પકડથી દૂર છે.

પોલીસ દરોડા દરમિયાન હોટલના અલગ-અલગ રૂૂમોની તપાસ કરતા અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. હોટલના પ્રથમ અને બીજા માળના રૂૂમ નંબર 105, 202, 203 અને 204 માંથી ચાર પુરુષો અને ચાર મહિલાઓ વાંધાજનક હાલતમાં મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે હોટલ સંચાલકો ગ્રાહકો પાસેથી રૂૂ. 2000 વસૂલતા હતા, જેમાંથી રૂૂ. 500 ભોગ બનનાર મહિલાઓને આપવામાં આવતા અને બાકીના રૂૂ. 1500 દલાલી પેટે રાખવામાં આવતા હતા. ઝડપાયેલી મહિલાઓ દિલ્હી, મહારાષ્ટ્ર અને દેહરાદૂન જેવા વિસ્તારોમાંથી લાવવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે.

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂૂ. 1,43,275 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં હોટલના કાઉન્ટર અને સંચાલક મહિલાના પર્સમાંથી મળી આવેલ કુલ રૂૂ. 1,33,000 ની રોકડ રકમ, રૂૂ. 10,000 ની કિંમતનો સ્માર્ટફોન અને વાંધાજનક ચીજવસ્તુઓના પેકેટોનો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી જપ્ત કરેલા પુરાવાઓના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડામાં મહિલા પોલીસ કર્મીઓ સહિતનો મોટો કાફલો જોડાયો હતો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની મંજૂરી બાદ આ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

રાજકોટ એ-ડિવિઝન પોલીસે આ મામલે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 ની કલમ 3, 4 અને 5 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ કરણભાઇ જીતેન્દ્રભાઇ વિરસોડીયાની ફરિયાદના આધારે આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ફરાર આરોપી રીઝવાનને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.