Site icon Gujarat Mirror

ગુલાબનગરમાં પોલીસનો ઘોડીપાસાની કલબ પર દરોડો, નાસભાગ મચી

બે શખ્સો પકડાયા: 9 શખ્સો પોલીસને જોઈને ભાગી છૂટતાં ફરારી જાહેર કરાયા

જામનગરના ગુલાબનગર ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ગઈકાલે પોલીસે ઘોડી પાસા ના જુગાર અંગે દરોડો પાડયો હતો. જે દરમિયાન નાસભાગ થઈ હતી અને બે શખ્સો પોલીસના હાથે પકડાયા હતા, જ્યારે નવ શખ્સો ભાગી છુટ્યા હોવાથી તેઓને ફરારી જાહેર કરાયા છે.

જામનગરના ગુલાબ નગર ક્રિષ્ના પાર્ક સોસાયટી વિસ્તારમાં મોડી રાત્રે 4.30 વાગ્યાના અરસામાં કેટલાક શખ્સો જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સીટી બી. ડિવિઝન પોલીસે મોડી રાત્રે દરોડો પાડયો હતો. જે દરોડા સમયે નાસભાગ થઈ હતી.

પોલીસે રહીમ ઉર્ફે મીંઢો ઇબ્રાહીમભાઇ ખીરા તેમજ શાહબાઝ અલ્તાફભાઈ ખીરા નામના બે શખ્સોની અટકાયત કરી લીધી છે.

આ દરોડા સમયે ભાગી છૂટેલા અન્ય નવ આરોપીઓ હાસમ પૂર્વે ગંધારો સુમરા, કાસમ ખેરાણી, અફઝલ ઉર્ફે ઊંચો, ઇમરાન ખેરાણી, પ્રવીણ ડાભી, મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદીયો ચાંદલો, હાજી ઉર્ફે ભાણેજ મોરકંડા વાળો, સાહિદ ઉર્ફે શાહીદો, અને અબુ ફૂલવડી ને ફરારી જાહેર કરાયા છે.

અને તેઓને શોધખોળ હાથ ધરી છે. પોલીસે બનાવના સ્થળેથી રૂૂપિયા 13,470 ની રોકડ રકમ અને ઘોડીપાષાનું સાહિત્ય કબજે કર્યું છે.

Exit mobile version