Site icon Gujarat Mirror

વેરાવળમાં મકાનમાં પોલીસનો દરોડો, 10.70 લાખના દારૂની 1680 બોટલ મળી

બુટલેગર ફરાર, દારૂનો ધંધો ગેરકાયદે ઘણા સમયથી ચાલુ હતો

વેરાવળ શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે (એલ સી બી) પ્રોહિબિશનના ગુના હેઠળ મોટી કાર્યવાહી કરી છે. અત્રેના ડાભોર રોડ ઉપર આવેલા ગુરુ નાનક ચોક વિસ્તારમાં રહેણાંક મકાન પર પોલીસે દરોડો પાડી 1,680 બોટલ વિદેશી દારૂૂ અને રેનોલ્ટ ડસ્ટ મોટર કાર મળી કુલ રૂૂા.10.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દરોડા દરમિયાન લિસ્ટેડ બુટલેગર રોહિત ઉર્ફે ’રેમ્બો’ પોલીસને થાપ આપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. ગીર સોમનાથ એલ સી બી ના પો.ઇન્સ. એસ.વી.રાજપુત, પો. સબ ઇન્સ એ.સી.સિંધવ, એચ.એલ. જેબલીયા ની રાહબરી હેઠળ પો.હેડ કોન્સ. હિતેશભાઇ વાળા, નરેન્દ્રભાઇ પટાટ, પો. કોન્સ. રોહિતભાઈ ઝાલા સહિતની ટીમ ને મળેલ ચોક્કસ બાતમીના આધારે વેરાવળના ડાભોર રોડ ઉપર આવેલ ગુરુનાનક ચોક વિસ્તારમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો હોય અને ત્યાંથી તેનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે.

આ બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે આયોજનબદ્ધ રીતે મકાન પર દરોડો પાડ્યો હતો. પોલીસે મકાનમાંથી વિદેશી દારૂૂની કુલ 1,680 બોટલો મળી આવી હતી. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી રેનોલ્ટ ડસ્ટ મોટર કાર પણ સ્થળ પરથી મળી આવી હતી. પોલીસે દારૂૂ અને વાહન મળી કુલ રૂૂા.10.70 લાખની મતા જપ્ત કરી છે.

આ અંગે વેરાવળ પોલીસમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂૂના નેટવર્ક પાછળ લિસ્ટેડ બુટલેગર રોહિત ઉર્ફે રેમ્બો રમેશ બારીયા ના મુખ્ય હાથ છે. દરોડા સમયે આરોપી હાજર ન મળી આવતા પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ તેજ કરી છે. શહેરના રહેણાંક વિસ્તારમાં થી આટલી મોટી માત્રામાં દારૂૂ ઝડપાતા સ્થાનિકોમાં ચર્ચા જાગી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી લાંબા સમયથી દારૂૂના ગેરકાયદે કારોબાર સાથે સંકળાયેલો હોય અને તેના નેટવર્કના અન્ય સભ્યોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Exit mobile version