કોઠારીયા ગામમાં ઈશ્વરીયા પાર્કમાં રહેતા હર્ષીલભાઈ મુકેશભાઈ તળપદા(ઉં.વ.29) અને તેમનો મિત્ર રઈશ ફિરોઝભાઈ સમા બને સ્કૂટર લઇ જતા હતા ત્યારે સ્કૂટર સરખું ચલાવવા મામલે માલધારી ફાટક પાસે ચાર અજાણ્યા શખ્સોએ બને ને મારમારતા તેઓએ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.આ અંગે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
હર્ષિલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તા.03/10ના રોજ સાંજના હું તથા તમારો મિત્ર રઈસ ફિરોજભાઈ સમા એકટીવા લઈ અને માલધારી ફાટક પાસે પહોંચેલ અને તે વખતે આ એકટીવા મિત્ર રઈસ ચલાવતો હતો અને અમે સાઈબાબા સર્કલ તરફ જતા હતા ત્યારે માલધારી ફાટકે એક્ટિવાની આગળ બે અજાણ્યા માણસો રોડ ક્રોસ કરતા હતા ત્યારે આ મિત્ર રાઈસે નજીકથી ચલાવતા આ બંને અજાણ્યા માણસો મિત્ર રઇસ ને કહેવા લાગ્યો કે ભાઈ જોઈને ચલાવને તેવું કહેલ બાદમાં મિત્ર રઈસે કહેલ કે તમોને એક્ટિવા અડયુ તો નથી ને ? તેમ કહેતા આ બંને અજાણ્યા માણસો એકદમ ઉશેકરાઈ ગયેલ અને બોલાચાલી કરી ગાળો બોલવા લાગેલ અને જેથી અમે એક્ટિવા સાઇડમાં રાખી આ બન્ને ને ગાળો ન બોલો તેમ કહેતા આ બંને ગાળો બોલવા લાગ્યા હતા.
તે વખતે ત્યાં બાજુમાં ઇન્ડિયન ક્રેન સર્વિસ ની ઓફિસ આવેલ છે તેમાંથી બે અજાણ્યા માણસોને આમાંથી એકે બોલાવેલ, જેમાં એકના હાથમાં લાકડાનો ધોકો હતો અને આ ચારેય જણા પાસે આવી અને અમોને કહેવા લાગેલ કે તમોને બહુ હવા છે. તેમ કહી અને જેના હાથમાં ધોકો હતો તેણે આ રઈસના પગમાં એક ઘા મારી દીધેલ અને પછી મને ડાબી સાઈડના કપાળે મારી દીધેલ અને પછી મને ત્યાંથી લોહી નીકળવા લાગતા હું નીચે પડી ગયેલ ત્યારબાદ મિત્રોએ આવી બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ અંગે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

