Site icon Gujarat Mirror

રાજકોટમાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે પોલીસનું કડક જાહેરનામું; ફટાકડા ફોડવા અને સ્ટંટ કરવા પર પ્રતિબંધ

પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, મોલ સહિતના ઉજવણીના સ્થળોએ નાઇટ વિઝન કેમેરા અને પોલીસની મંજૂરી ફરજિયાત

નવા વર્ષ 2026ના આગમન અને 31 ડિસેમ્બરની ઉજવણીના આયોજનને લઈને રાજકોટ શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરનામું બહાર પાડીને મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે.

જેમાં ફટાકડા માત્ર 31/12/2025 ના રાત્રે 23:55 થી 01/01/2026 ના 00:30 સુધી જ ફોડી શકાશે. જાહેર રોડ કે જાહેર જગ્યાઓ પર ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.તેમજ જાહેર માર્ગો પર બેફામ બાઈક ચલાવવા, સ્ટંટ કરવા, ફોર વ્હીલરના બોનેટ કે ડીકી પર બેસવા પર મનાઈ છે. મોટા અવાજે હોર્ન, વ્હીસલ કે પિપુંડા વગાડવા પર પણ પ્રતિબંધ છે.

તલવાર કે મોટા ચાકુથી કેક કાપવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જાહેર રોડ પર મોટા અવાજે માઈક કે મ્યુઝિક વગાડવા અને એકબીજા પર પાણી ઉડાડવા સામે મનાઈ છે.કોઈપણ પ્રકારના પ્રતિબંધિત માદક પદાર્થોનું વેચાણ કે સેવન સખત મનાઈ ફરમાવવામાં આવી છે.

આયોજકો માટેની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે જેમાં પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ અને મોલના ગેટ પર નાઈટ વિઝન સીસીટીવ કેમેરા લગાવવા ફરજિયાત છે. પાર્કિંગ સ્થળોએ ખાનગી સિક્યુરિટી અને સીસીટીવ હોવા અનિવાર્ય છે.

કોઈપણ કાર્યક્રમ યોજતા પહેલા પોલીસ કમિશ્નર કચેરીની લાયસન્સ શાખામાંથી મંજૂરી લેવી જરૂૂરી છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 અને ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) 2023 ની કલમ-223 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

Exit mobile version