રાજ્ય સરકાર દ્વારા વર્ષ:2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. સ્થાનિક કારોગરોને પ્રોત્સાહન મળે એ ઉદ્દેશ્યથી સ્થાનિક ઉત્પાદનો, સેવાઓ, કલાકૃતિઓ, આર્ટિફેક્ટ્સ તેમજ અન્ય સ્વદેશી ઉત્પાદકોને પ્રોત્સાહન આપી ’લોકલ ફોર વોકલ’ની વિભાવનાને પ્રાધાન્ય આપી, ’મેક ઇન ઇન્ડિયા’ તેમજ ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ જેવી પહેલને આગળ વધારી ‘આત્મનિર્ભર ભારત થકી વર્ષ:2047માં વિકસિત ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરવા શહેરીજનોમાં ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ની ભાવનાને પ્રોત્સાહિત કરી, દેશદાઝને પ્રગટ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.28/12/2025ને રવિવાર રોજ સવારે 06:30 કલાકે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતે સ્વદેશી રન યોજાઈ હતી. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકા માન. મેયર મતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ.
નાના બાળકોથી લઈને વડીલો ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં શિકાગોથી આવેલ નાગરિક અને EVERESTERNISHAKUMARI પણ સ્વદેશી રનમાં જોડાયા હતા. માઉન્ટ એવરેસ્ટ સર કરી ચૂકેલા, વડોદરાથી લંડન સુધીની સાઈકલ યાત્રા કરનાર અને સતત 12 કલાક દોડવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવતા વડોદરાના વિશ્વ વિખ્યાત એથ્લેટ નીશાકુમારી હાલ અરૂૂણાચલ પ્રદેશથી મુન્દ્રા કચ્છ સુધીની સાઈકલ યાત્રાએ છે. તેઓ પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ સ્વદેશી રનમાં જોડાયા હતા.
સ્વદેશી રન પૂર્ણ થયે રજીસ્ટ્રેશન કરાવેલ નાગરિકોનો લક્કી ડ્રો કરવામાં આવેલ અને લક્કી ડ્રોના વિજેતા થયેલ નાગરિકોના આકર્ષક ગીફ્ટ આપવામાં આવેલ. લક્કી ડ્રોમાં વિજેતા થયેલ નાગરિકોમાં (1) હર્ષવર્ધન સિંહ જાડેજા 12 વર્ષ, વસંતકુંજ, પુષ્કરધામ-2167, (2) દક્ષ પ્રવીણભાઈ વાણિયા, 14 વર્ષ, આનંદ પાર્ક, પુનિત નગર પાસે-3139, (3) પિન્ટુભાઈ પ્રાગ ચોવટિયા, 42 વર્ષ, સરદાર સોસાયટી, હરિ ધવા રોડ-3123, (4) ભક્તિ બા જાડેજા-2165 અને (5) માર્મિકભાઇ દામજીભાઈ ભુત, 43 વર્ષ, સાધુ વાસવાણી રોડ, બોમ્બે હાઉસિંગ સોસાયટી-2207નો સમાવેશ થાય છે. કાર્યક્રમના અંતે આભાર વિધિ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ.

