ગુજરાત

જમીનના વિવાદમાં પોલીસે કુદાવ્યું, ચોકીદારને ગોંધી માર માર્યાની ફરિયાદ

Published

on


રાજકોટના કુવાડવા રોડ ઉપર મેેંગો મારકેટ પાસે ઓવલ 4 એકર જમીનના વિવાદમાં અંતે પોલીસે કુદાવ્યું હોય તેમ જમીનના ચોકીદારને ઓરડીમાં ગોંધી રાખી માર માર્યાની અને ધમકી આપ્યાની જસદણના મયુર રૂપારેલીયા સહીતના ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.


જયારે સામા પક્ષે અગાઉ જમીન માલિક દિલીપ મકવાણાએ બે વખત મનસુખ તલસાણીયા સહીત છ શખ્સો સામે આપેલી અરજી પોલીસે ધ્યાને લીધા વગર એક તરફી કાર્યવાહી કર્યાનો આક્ષેપ કર્યો છે.


બનાવની મળતી વિગતો અનુસાર ઢેબર રોડ પ શ્રમજીવી સોસાયટીમાં રહેતા મનસુખભાઇ શીવાભાઇ તલસાણીયા (ઉ.વ.51)એ જસદણના મયુર રૂપારેલીયા અને બે અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે. મનસુખભાઇ પેલેસ રોડ પર નીત-મન ગોલ્ડ એકસ્પોર્ટ એલએલપી નામની સોના-ચાંદીની દુકાન ચલાવી વેપાર કરે છે. તેઓએ સાત પાર્ટનર સાથે મળી મેંગો માર્કેટ પાસે જમીન લીધી હોય તેમની જમીન માલીક સાથે વિવાદ ચાલે છે. જે મામલે દસેક દિવસ પહેલા 25/7ના રોજ રાત્રે મેંગો માર્કેટ પાસેની સાઇડ પર પગી માનસિંગભાઇ મકવાણાનો ફોન આવ્યો કે મયુરભાઇ રૂપારેલીયા તેમના માણસો સાથે આવી માથાકુટ કરી મોબાઇલ ઝુંટવી અને તેઓએ ઓરડીમાં પુરી દીધા હતા. તેમજ ત્યાં સાઇડ પર લગાવેલા બે સીસીટીવી કેમેરા પણ ચોરી કરી લઇ ગયા હતા. આ મામલે હાલ બી ડીવીઝન પોલીસ તપાસ કરી રહી છે.


જયારે સામાપક્ષે જમીન માલીક દિલીપભાઇ મકવાણાએ મનસુખભાઇ તલસાણીયા સહીત સાત શખ્સો સામે પોલીસમાં બબ્બે વખત અરજી કરી હતી. તેઓએ અરજીમાં આક્ષેપ કર્યો હતો કે સાતેય આરોપીઓ રાજકીય વગર ધરાવતા હોય તેઓએ સમય મર્યાદામાં નાણા ચુકવવાના વાયદા કરી નાણા ન ચુકવી જમીનમાં ખોટા વિવાદ ઉભા કરી નાણા ચુકવવા હાથ ઉંચા કરી દેતા તેમની સામે કાર્યવાહી કરવા પોલીસમાં અજી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version