સુરતમાં કિશોરની હત્યાના આરોપી પર પોલીસનું ફાયરિંગ

લિંબાયત વિસ્તારમાં પકડવા ગયેલી પોલીસ પર આરોપી ચપ્પુ લઈને તૂટી પડ્યો, પોલીસે પગમાં ગોળી ધરબી સુરતના લિંબાયત વિસ્તારમાં નજીવી બાબતે 17 વર્ષીય કિશોરની હત્યા કરી…

લિંબાયત વિસ્તારમાં પકડવા ગયેલી પોલીસ પર આરોપી ચપ્પુ લઈને તૂટી પડ્યો, પોલીસે પગમાં ગોળી ધરબી

સુરતના લિંબાયત વિસ્તારમાં નજીવી બાબતે 17 વર્ષીય કિશોરની હત્યા કરી ફરાર થયેલા આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો થતાં પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો. ગોળી આરોપીના પગમાં વાગતાં તેને ઝડપી પાડી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.સુરત પોલીસ હવે ગુનેગારો સામે કડક મોડમાં આવી ગઈ છે.

અનુપમસિંહ ગેહલોતના નેતૃત્વમાં સુરત પોલીસ હવે ગુનેગારો સામે વધુ કડક વલણ અપનાવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. છેલ્લા 36 કલાકમાં સુરતમાં ‘હાફ એન્કાઉન્ટર’ની બે ઘટનાઓ સામે આવતા પોલીસ હવે ગુનેગારોમાં કાયદાનો ડર ઉભો કરવાનો પ્રયાસ કરી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બાઈકની ટક્કર જેવી નજીવી બાબતે કિશોરની હત્યા થતા શહેરમાં અરેરાટી મચી ગઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, 10 મેના રાત્રે 17 વર્ષીય અનુરાગ ઉર્ફે રાજ પવાર પોતાના મિત્ર સાથે બાઈક પર મોબાઈલ દુકાનનું પેમેન્ટ લેવા જઈ રહ્યો હતો. આ દરમિયાન ગણેશનગર વિસ્તારમાં આરોપી રાહુલ જોગીની બાઈક સાથે ટક્કર થવા જેવી નજીવી બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

ઉશ્કેરાયેલા આરોપી રાહુલ જોગીએ પોતાની પાસે રહેલા ચપ્પાથી અનુરાગની છાતીમાં ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાને કારણે અનુરાગનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે મીઠીખાડી વિસ્તારમાં છુપાયેલા આરોપીને શોધી કાઢ્યો હતો. હત્યાના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ડી. ડી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. વહેલી સવારે પોલીસને બાતમી મળી હતી કે આરોપી મીઠીખાડી વિસ્તારમાં એક ટાંકી પાસે છુપાયો છે.

જ્યારે પોલીસ ટીમ આરોપીને પકડવા પહોંચી ત્યારે આરોપીએ પોલીસ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પરિસ્થિતિ વણસતા અને સ્વબચાવમાં લિંબાયત ઙઈં ડી.ડી. ચૌહાણે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાંથી એક ગોળી આરોપી રાહુલના જમણા પગમાં વાગી હતી. આરોપી અને પોલીસ કર્મચારી બંને હોસ્પિટલમાં દાખલ થયા છે.

ગોળી વાગતા આરોપી રાહુલ જોગી સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો. પોલીસે તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજી તરફ આરોપીના હુમલામાં ઘાયલ થયેલા કોન્સ્ટેબલ મુકેશ બાગુલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આરોપી ‘ફરી આવું નહીં કરું’ કહી કણસી રહ્યો હોવાની માહિતી સામે આવી છે. હોસ્પિટલ ખાતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આરોપી સામે અગાઉ 17 ગુના નોંધાયેલા છે. ઙઈં ડી.ડી. ચૌહાણના જણાવ્યા મુજબ, આરોપી રાહુલ જોગી રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ વિવિધ પોલીસ સ્ટેશનોમાં મારામારી સહિતના 17 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ)ની કલમ 103(1), 118(1) અને 296(બી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પહેલાં 8 મે, 2026ના રોજ સુરતની જઇઈં બેંકમાં થયેલી 50 લાખ રૂૂપિયાની લૂંટના કેસમાં પણ પોલીસ અને આરોપી વચ્ચે અથડામણ થઈ હતી. તપાસ દરમિયાન મુખ્ય આરોપી શુભમે પોલીસ પર ફાયરિંગ કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. કિરણ મોદીએ સ્વબચાવમાં વળતો ગોળીબાર કરતા આરોપી શુભમના બંને પગમાં ગોળી વાગી હતી. ઈજાગ્રસ્ત આરોપીને પોલીસ સુરક્ષા હેઠળ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.