આડાસંબંધની શંકાએ કૃત્ય કરાયું, આરોપીઓને પોલીસ મથકે હાજર થવા નોટિસ આપી
ભાવનગર જિલ્લાનાતળાજા ના નીચડી ગામે એક મહિલા અને તેના સાસુ ને રાત્રે 11 વાગે ઘરમા જઇ મારમારવામાં આવ્યો હતો. બાદ પરણીત યુવતિ ને વાળ પકડી,ઢસડી ને ઘરમાંથી શેરીમા લાવવામાં આવીહતી.જાહેરમા લાવ્યા બાદ કહેવાતા મર્દ ઈસમો એ પરિણીતાના ના ગુપ્તભાગે લાતો મારવામાં આવીહતી.કારણ કે ભોગબનનાર મહિલા હુમલાખોરો ના પરિવાર ના એક સભ્ય સાથે આડા સંબધો ની શંકાહતી. સમજદારી પૂર્વક કામ લેવાના બદલે તાલિબાની સજા દેવાનો પોતાનેજ અધિકાર હોય તેમ કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉભા કરતી ઘટના દાઠા પોલીસ મથકે નોંધાઇ છે.
નીચડી ગામે રહેતી અને મજૂરીકામ કરી ને જીવન નિર્વાહ ચલાવતી શિલ્પાબેન બળવંતભાઈ દુધરેજીયા ઉ.વ.32 એ નોંધાવેલ ફરિયાદ મુજબ તા.8 ની રાત્રે 8.30 વાગે જમી ને સાસુ સાથે ઘરમાં સુઈ ગયેલા.પતિ લગ્નમાં ગયેલા.રાત્રે 11 વાગ્યા ના અરસામાં ગામમાં રહેતા અરવિંદ ભુથાભાઈ ચૌહાણ, રમેશ ભુથાભાઈ ચૌહાણ,આશાબેન સોમાતભાઈ ચૌહાણ, સામુબેન ભુથાભાઈ ચૌહાણ અને ધીરુભાઈ ભાલિયા ઘરે આવ્યા હતા.પુરુષો ના હાથમાં બડીયા હતા.આ ઈસમોએ ફરિયાદી શિલ્પાબેન અને તેના સાસુને મારમારી મહિલાઓ પરણીતા ના વાળ પકડી ને ,પછાડી દઈ,ઢસડી ને શેરીમાં લાવેલ હતા.
અહીં શેરીમાં જાહેરમાજ પુરુષ આરોપીઓએ મહિલાના ગુપ્તભાગની જગ્યાએ પાટા(લાત) મારી ને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.જતા જતા પતિ પત્નીને મારી નાખવાના છે. આ બનાવ પાછળનું કારણ ભોગબનનાર પરણીતા ને હુમલો કરનાર પક્ષના સામતભાઈ નામના શખ્સ સાથે આડા સબંધ હોવાની શંકાહોવાના કારણે દાઝ રાખીને ખાસ તો ગુપ્તભાગે લાતો મારવામાં આવી હતી એ પણ જાહેર શેરીમાં ઢસડીજઈ ને.
ફરિયાદી શિલ્પાબેન ના પતિ બળવંતભાઈ તળાજા ખાતે રત્નકલાકાર તરીકે મજરી કામ કરે છે.તેઓએ જણાવ્યું હતુકે હુમલો કરનાર એ નરાધમ કૃત્ય કર્યું છે.બે દિવસ થી સારવાર હેઠળ સર.ટી. હોસ્પિટલમાં છે.
તેઓએ આરોપ લગાવ્યો હતોકે અન્ય ઈસમ પણ ખાસ મારમારવામાં હતો. પરંતુ પોલીસે તેઓનું નામ ઋઈંછ મા નોંધ્યું નથી. દાઠા પો.ઇ રેવર એ જણાવ્યું હતુ કે હુમલાના બનાવ ને લઈ આરોપીઓ ને પોલીસ મથકે હાજર થવા નોટિસ આપી ને કાયદેસરની કાર્યવાહી કરી છે.
