ગુજરાત
જેતપુરના નવાગઢમાં બે જૂથ વચ્ચે મારામારી બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત: 7 ની ધરપકડ
જેતપુરના નવાગઢમાં વાહન પાર્ક કરવાં મામલે બે જૂથ વચ્ચે શસ્ત્ર મારમારી થઇ હતી અને વાહનોમાં તોડફોડ થતા જેતપુર ઉદ્યોગનગર પોલીસે રાયોટિંગ, હુલ્લડ સહિતનો ગુનો નોંધ્યો હતો. પોલીસે આ મામલે કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે. સલામતીના ભાગ રૂૂપે બીજા દિવસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને સારવારમાં દાખલ આરોપીઓ ઉપર પણ પોલીસ જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે. બન્ને જુથે સામે સામે પોલીસ ફરિયાદ નોંધવી હતી.
જેતપુરમાં નવાગઢ ખાટકીવાસ પાસે રહેતાં તોસીફ ઉર્ફે ભોષો ઇકબાલભાઇ લાખાણી (ઉ.30)એ નોંધાવેલી ફરિયાદમાં નજુ લાલુ, ધમા માંકડ, વિપુલ લાલુ, સાગર પરમાર, અનિરૂૂધ્ધ વાળા, સુજીત, હરેશ મકવાણા, તરુણ પરમાર, રવિ વિક્રમા, મોન્ટુ બારોટ અને અજાણ્યા આશરે 14 શખ્સોના નામ આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.28 ના રાત્રે તે ધોરાજીથી ગાડી લઈ આવતો હતો ત્યારે નાના ભાઈ વસીમએ ફોન કરી કહેલ કે, મારે નવાગઢ ચોકડી પાસે વાહન બાબતે નજુ સાથે બોલાચાલી થતા નજુએ ફડાકો મારી દિધો છે બાદ તે ઘરે આવીનવાગઢ ચોકડીએ જઈ જે કાંઈ હોય તે આપણે પતાવી નાખીએ કહી સમાધાન કર્યા બાદ રાત્રે 3 વાગે ઘર ઉપર ફરી હુમલો કરી તોડફોડ કરી હતી. જેમાં માતા-પિતા અને તોસીફને ઈજા થઈ હતી. ત્રણેયને સારવાર અર્થે જેતપુર બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.સામા પક્ષે જેતપુરમાં જાગૃતિનગરમાં રહેતાં રવિભાઈ હાથીભાઈ (ઉ.26)એ નોધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વસીમ ઉર્ફે ડીકુ ઈ કબાલ, તૌફીક ઉર્ફે ભોપો ઈકબાલ, ઈ કબાલ, શાહરુખ કારવા, નીઝામ લાખાણી અને સાહીલ લાખાણીનું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવી રાત્રે અઢી વાગ્યે જેતપુર બસ સ્ટેન્ડ સામે ચાની દુકાને તે મિત્રો સાથે બેઠો હતો ત્યારે નજુએ કહેલ કે, મારે નવાગઢ, ખાટકીવાસમાં રહેતા વસીમ સાથે માથાકૂટ થઈ છે ત્યાં જવાનું છે. કહેતાં ત્યાં જતા વસીમ અને તેનો ભાઈ તીસીફ તેના પિતા ઈકબાલ બોલાચાલી કરવા લાગેલ અને ત્યાં શાહરૂૂખ સહિતનાએ ગાળો બોલી ઝપાઝપી કરી લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો ત્યાંથી નીકળી નાજા વાળા ચોકડી પાસે આવતા ફરી શખ્સોએ આવી ધોકા, પાઈપથી માર માર્યો હતો બાદમાં ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડેલ હતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસે આ મામેલ બન્ને પક્ષોની ફરિયાદ નોંધી 7 શખ્સોની ધરપકડ કરી છે. તકેદારીના ભાગ રૂૂપે પોલીસે હાલ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.અને ઈજાગ્રસ્ત આરોપીઓ ઉપર પણ હોસ્પિટલમાં જાપ્તો ગોઠવવામાં આવ્યો છે.