Site icon Gujarat Mirror

શહેરમાં 26મી જાન્યુઆરી પૂર્વે પોલીસનું રાતભર કોમ્બિંગ

 

હોટેલ, ગેસ્ટહાઉસ તેમજ બસસ્ટેન્ડ સહિતના સ્થળે તપાસ, સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ સાથે શહેરને જોડતા પ્રવેશ માર્ગો ઉપર વાહનોનું ચેકિંગ

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પૂર્વે સલામતીના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેરભરમાં રાતભર કોમ્બીંગ કરવામાં આવ્યું હતું. શહેરના તમામ પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ તેમજ ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને પીસીબીની ટીમે સઘન ચેકીંગ અને કોમ્બીંગ હાથ ધર્યુ હતું.

તેમજ સંવેદન સીલ વિસ્તારોમાં પોલીસે પેટ્રોલીંગ કર્યુ હતું. ઉપરાંત રાજકોટ શહેરને જોડતા તમામ માર્ગો ઉપર વાહન ચેકીંગ પણ કરવામાં આવ્યું હતું.

26મી જાન્યુઆરી પૂર્વે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા તથા ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલની સુચના અને માર્ગદર્શન હેઠળ શહેરભરમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરના હોટલ, ગેસ્ટહાઉસ, તેમજ બસસ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને જાહેર સ્થળોએ પોલીસે તપાસ કરી હતી. તેમજ શહેરના સંવેદન સીલ વિસ્તારોમાં પોલીસે પેટ્રોલીંગ કર્યુ હતું.

શહેરમાં કોઈ અનિચ્છિનીય બનાવ ન બને તે હેતુથી અગમચેતીના ભાગરૂપે ક્રાઈમ બ્રાંચ, એસઓજી તથા ક્વીક રિસ્પોન્સ ટીમ સાથે પીસીબીની ટીમે સમગ્ર શહેરમાં રાતભર કોમ્બીંગ હાથ ધર્યુ હતું. પ્રજાસત્તાક પર્વ પૂર્વે પોલીસે હાથ ધરેલા ચેકીંગ દરમિયાન નશો કરેલી હાલતમાં નિકળેલા તેમજ છરી સહિતના હથિયારો સાથે નિકળેલા તત્વોની પોલીસે ધરપકડ પણ કરી હતી.તેમજ રેલવે સ્ટેશન અને બસસ્ટેન્ડમાં અન્ય શહેરો અને ગામમાંથી આવેલા મુસાફરોનું પણ સામાનનું ચેકીંગ કરવામાં આવ્યું હતું.

Exit mobile version