રાષ્ટ્રીય

એડવિનાને લખેલા કાગળો સહિતના દસ્તાવેજો પરત કરવા પીએમ મ્યુઝિયમનો રાહુલને પત્ર

Published

on


નેહરુ મેમોરિયલના સભ્ય ઈતિહાસકાર રિઝવાન કાદરીએ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે સોનિયા ગાંધીની કસ્ટડીમાં નેહરુ સંબંધિત કાગળો છે, તે પીએમ મ્યુઝિયમ અને લાઇબ્રેરીને પરત કરવામાં આવે. આ પહેલા તેમણે સોનિયા ગાંધીને પણ આ અંગે પત્ર લખ્યો હતો. આ પત્ર એડવિના માઉન્ટબેટન સાથેના તેમના પત્રવ્યવહાર સાથે સંબંધિત છે.


તેમણે લખ્યું, પહું આજે તમને વડાપ્રધાનના સંગ્રહાલય અને પુસ્તકાલય (PMML) વિશે લખી રહ્યો છું, જે પહેલા નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને પુસ્તકાલય (NMML) તરીકે ઓળખાતું હતું. જેમ તમે જાણો છો, PMML સામ્રાજ્યવાદ વિરોધી સંઘર્ષ સહિત ભારતના આધુનિક અને સમકાલીન ઈતિહાસને જાળવવામાં અને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જવાહરલાલ નેહરુ મેમોરિયલ ફંડે 1971માં જવાહરલાલ નેહરુના ખાનગી કાગળો PMMLને ઉદારતાથી ટ્રાન્સફર કર્યા. આ દસ્તાવેજો ભારતીય ઈતિહાસના મહત્વના સમયગાળા વિશે અમૂલ્ય માહિતી પૂરી પાડે છે.
નહેરુ પરિવાર માટે દસ્તાવેજો મહત્વપૂર્ણ છે.

તેમણે આગળ લખ્યું, પ2008માં તત્કાલિન યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની વિનંતી પર, આ દસ્તાવેજોનો સંગ્રહ PMMLમાંથી પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. અમે સમજીએ છીએ કે નહેરુ પરિવાર માટે આ દસ્તાવેજોનું વ્યક્તિગત મહત્વ હશે. જો કે, PMML માને છે કે આ ઐતિહાસિક સામગ્રીમાં જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડુ, એડવિના માઉન્ટબેટન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, અરુણા આસફ અલી, વિજય લક્ષ્મી પંડિત, બાબુ જગજીવન રામ અને ગોવિંદ બલ્લભ પંત જેવા વ્યક્તિત્વો સાથેના પત્રવ્યવહારનો સમાવેશ થાય છે. સંશોધકોને આ પત્રવ્યવહારથી ઘણો ફાયદો થશે. સંભવિત ઉકેલો શોધવામાં તમારા સહકાર બદલ અમે આભારી રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version