રાષ્ટ્રીય
‘PM મોદીનો મગજ સડેલો..’ સંજય રાઉતનું વિવાદાસ્પદ નિવેદન
હંમેશા પોતાના નિવેદનોને લઈને હેડલાઈન્સમાં રહેતા શિવસેના UBT નેતા સંજય રાઉત ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે છે. તેમણે વડાપ્રધાનને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પીએમ મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ” PM મોદીનો મગજ સડેલો છે ” આ સિવાય તેમણે ચૂંટણી પંચ પર પક્ષપાતનો આરોપ પણ લગાવ્યો હતો.
પીએમ મોદી પર નિશાન સાધતા શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે શું બોલશે તે ખબર નથી. તેમનું માનસિક સંતુલન જાણી શકાતું નથી. તેમનું મગજ સડેલું છે. જો ઝારખંડમાં કોઈ યોજના ખોટી હોય તો, મહારાષ્ટ્રમાં તે કેવી રીતે યોગ્ય છે?
ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવતા તેમણે કહ્યું કે, “ચૂંટણી પંચ હવે આ દેશમાં સ્વતંત્ર નથી રહ્યું. ચૂંટણી પંચ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના કહેવા પર જ ચૂંટણીની જાહેરાત કરે છે. રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણીઓ થઈ રહી નથી. કારણ કે ચૂંટણી પંચ જાણે છે કે ભાજપ હારશે.
મુખ્યમંત્રી એકનાથ શિદેન પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, “શું મુખ્યમંત્રી ચૂંટણી વિશે વાત કરશે? તેઓ માત્ર તારીખ જ આપી રહ્યા છે. ચૂંટણી પંચે જણાવવું જોઈએ કે ચૂંટણી ક્યારે થશે, તે એકનાથ શિદેને કહી રહ્યા છે. શું તેઓ જાણે છે. દિલ્હીમાં નવેમ્બરમાં ચૂંટણી?” જ્યાં સુધી દિલ્હીના બંને માલિકો મહારાષ્ટ્રમાં ચૂંટણી કરાવવા માંગતા ન હોય ત્યાં સુધી અમે કહીએ છીએ કે અમારી જીત નિશ્ચિત છે. લોકસભાની ચૂંટણીમાં પણ આવું જ થયું, વિધાનસભાની ચૂંટણીમાં પણ એવું જ થશે.