રાષ્ટ્રીય

પહેલવાન બજરંગ પુનિયાએ પરત કર્યો પદ્મશ્રી પુરસ્કાર : PMના ઘરની બહાર ફૂટપાથ પર રાખ્યો એવોર્ડ

Published

on

ભારતીય કુસ્તીબાજ અને ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ પીએમ મોદીને એક લાંબો પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે તેમની માંગણીઓ ન સાંભળવાને કારણે પદ્મશ્રી પરત કરવાની વાત પણ કરી છે. જેના પર રમત મંત્રાલયે કહ્યું હતું કે આ તેનો (પુનિયા) અંગત નિર્ણય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રમત મંત્રાલયે કહ્યું છે કે WFI ચૂંટણી નિષ્પક્ષ અને લોકતાંત્રિક રીતે હાથ ધરવામાં આવી હતી. રમતગમત મંત્રાલયે કહ્યું, “અમે હજુ પણ બજરંગ પુનિયાને પદ્મશ્રી પરત કરવાનો નિર્ણય બદલવાનો પ્રયાસ કરીશું.” બજરંગ પુનિયાએ કહ્યું છે કે અમે બહેનો અને દીકરીઓની લડાઈ લડી રહ્યા હતા પરંતુ હું તેમને સન્માન ન અપાવી શક્યો, તેથી મેં મારો મેડલ અહીં ગેટ પર રાખ્યો છે.

‘એટલે જ હું તમને આ ‘સન્માન’ પરત કરી રહ્યો છું.’

બજરંગ પુનિયાએ પોતાના પત્રમાં કહ્યું છે કે, “… જે દીકરીઓ બેટી બચાવો બેટી પઢાવોની બ્રાન્ડ એમ્બેસેડર બનવાની હતી, તેઓને એવી સ્થિતિમાં મુકવામાં આવી હતી કે તેમને તેમની રમતમાંથી પાછળ હટી જવું પડ્યું હતું. અમે કુસ્તીબાજોનું ‘સન્માન’ કરી શક્યા નહીં. મહિલા કુસ્તીબાજોનું અપમાન કર્યા પછી હું મારું જીવન ‘સન્માનિત’ બનીને જીવી શકીશ નહીં. આવી જિંદગી મને આખી જિંદગી પરેશાન કરી રહી છે. એટલા માટે હું તમને આ ‘સન્માન’ પરત કરી રહ્યો છું.

તમને જણાવી દઈએ કે ગુરુવારે WFI ચૂંટણીમાં સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના ગણાતા સંજય સિંહને અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ પછી રેસલર સાક્ષી મલિકે રેસલિંગ છોડવાની જાહેરાત કરી દીધી હતી. તે સમયે બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ પણ ત્યાં હતા. એક દિવસ પછી બજરંગ પુનિયાએ પદ્મશ્રી પરત કરવાની વાત કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version