બાગેશ્ર્વર ધામ ખાતે પવિત્ર કરાયેલ 11 અક્ષત કળશોની યાત્રા યોજાઇ: ઠેર-ઠેર સ્વાગત

મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો, વડીલો તેમજ ધર્મપ્રેમી નાગરિકો પરંપરાગત વેશભૂષામાં જોડાયા : આજે હનુમાન કથામાં લોક સાહિત્ય ડાયરામાં ચૈતાલી છાયા, યોગેશ ગઢવી, દેવ ભટ્ટ ધૂન-ભજનની…

મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો, વડીલો તેમજ ધર્મપ્રેમી નાગરિકો પરંપરાગત વેશભૂષામાં જોડાયા : આજે હનુમાન કથામાં લોક સાહિત્ય ડાયરામાં ચૈતાલી છાયા, યોગેશ ગઢવી, દેવ ભટ્ટ ધૂન-ભજનની બોલાવશે રમઝટ

ભારતીય સંસ્કૃતિમાં અક્ષત કળશને શુભ, સમૃદ્ધિ, પવિત્રતા અને મંગલકાર્યોનું પ્રતિક માનવામાં આવે છે. સનાતન ધર્મમાં કોઈપણ ધાર્મિક અનુષ્ઠાન, યજ્ઞ, પૂજન, કથા કે શુભ પ્રસંગની શરૂૂઆત અક્ષત કળશની સ્થાપના સાથે કરવામાં આવે છે. કળશમાં રહેલા અક્ષત(ચોખા) જીવનનું પ્રતિક છે, જ્યારે તેના ઉપર સ્થાપિત શ્રીફળ અને આમ્રપર્ણ સુખ, શાંતિ અને સમૃદ્ધિના સંદેશવાહક માનવામાં આવે છે.

આપણી પવિત્ર પરંપરાને વધુ વ્યાપક બનાવવા તથા સમાજમાં ધાર્મિક જાગૃતિ અને એકતાનો સંદેશ પહોંચાડવાના હેતુથી તા. 4 જૂનના રોજ સાંજે 6 વાગ્યા થી રાજકોટ શહેરના 11 ઝોનમાં વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનોના સહયોગથી ભવ્ય અક્ષત કળશ યાત્રા, પદયાત્રા નું ઠેર ઠેર ભવ્ય સ્વાગત બાબા બાગેશ્વર ધામ, છતરપુર (મધ્યપ્રદેશ) ખાતે હનુમંત પૂજન દ્વારા પવિત્ર કરાયેલા 11 અક્ષત કળશો ખાસ રાજકોટ લાવવામાં આવ્યા છે. શોભાયાત્રા ઝોન વાઇસ ભાઈઓ સ્વાગત કરવામાં આવેલ હતી. આ પવિત્ર કળશોનું શહેરના વિવિધ 11 ઝોનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.

કથાને સમગ્ર શહેરમાં કળશ યાત્રા કાઢવાના બદલે પેટ્રોલ-ડિઝલની બચત થાય એ હેતુથી કથાના આગલા દિવસે વિવિધ ઝોનમાં પદ યાત્રાનું આયોજન કરવામાં આવેલ ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું…
અક્ષત કળશ યાત્રાના ઝોન-1 સ્પીડવેલ પાર્ટી પ્લોટ એટલે કે VYO હવેલી ચોક ઝોન,2:-બાપાસીતારામ ચોક હરીદર્શન સ્કૂલ સંસ્કાર સીટી પાછળનો 80 નો રોડ મટુકી ચોક થી પાણીનો ટાંકો થી રાધે હોટલ ચોક થઈને મવડી ચોકડી કોઠારીય રોડ, ઝોન:-3 રૈયા રોડ રાધેશ્યામ ગૌશાળા શીતલ પાર્ક ઝોન 4:-સંકીર્તન મંદિર કાલાવડ રોડ આજુબાજુ નો વિસ્તાર.

ઝોન:-5 સાધુ વાસવાણી રોડ આજુબાજુનોવિસ્તારઝોન,6:-પોપટપરાવાલ્મિકી ,નગર,ઝોન:-7 બોલ બાલા મેઇન રોડ ગુંદાવાડી મેન રોડ આજુબાજુ નો વિસ્તાર,ઝોન:-8 રેલનગર વિસ્તારઝોન,9:-રણછોડવિસ્તાર,ઝોન10કોઠારીયા ગામ રણુજા મંદિર આજુબાજુ નો વિસ્તાર. ઝોન:- 11ચમત્કારિક હનુમાનજી મંદિર સોરઠીયા વાળી મેઇન રોડ હુડકો વિસ્તાર, ઝોન:-12અમુલ સર્કલ, ભાવનગર રોડ ખોડીયાર પરા આજુબાજુ વિસ્તાર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.

કળશ યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો, વડીલો તેમજ ધર્મપ્રેમી નાગરિકો પરંપરાગત વેશભૂષામાં ભાગ લીધેલો. યાત્રા દરમિયાન ભજન-કીર્તન, ધર્મધ્વજ, સાંસ્કૃતિક ઝાંખીઓ અનેઆધ્યાત્મિક સંદેશો દ્વારા સનાતન સંસ્કૃતિના મૂલ્યોને જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં ભવ્ય સફળતા મળેલ હતી.
હનુમાન કથામાં લોક સાહિત્ય ડાયરાના ત્રણે દિવસ જુદા જુદા કલાકારો ના ડાયરાઓ ભવ્ય કાર્યક્રમો સાંજના 6 કલાકથી બાબા બાઘેશ્વર હનુમાન કથા રેસકોર્સ ખાતે ભવ્ય લોકસાહિત્ય અને ડાયરા નો ભવ્ય કાર્યક્રમો- તારીખ 5 -6-2026 શુક્રવારના રોજ સી સી ધ રોકસ્ટાર બેંડ ચૈતાલી છાયા બોલીવુડ પ્લે બેગ સિંગર એન્ડ લાઈવ પર્ફોર્મર તથા તા. 6-6 -2026 શનિવારના રોજ પૂર્વ ચેરમેન નાટ્ય અકાદમી, પૂર્વ ઉપાધ્યક્ષ ઓબીસી મોરચા ગુજરાત પ્રદેશ લોક સાહિત્યકાર યોગેશભય બોક્સા (ગઢવી) ન ભવ્ય લોક ડાયરાનો કાર્યક્રમ અને તા.7-6-2026 રવિવારના રોજ લોકસાહિત્યકાર દેવ ભટ્ટ સિંગર ટીમ સાથે બીરજુ બારોટના ભવ્ય લોક ડાયરા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

કથાના સ્થળે પહોંચવા માટે રાજકોટની ધર્મપ્રેમી જનતા માટે સીટી બસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રેસકોર્સ મેદાનમાં આયોજિત સનાતન સેતુ હનુમત કથામાં રાજકોટ શહેરના લોકોમા મોટી સંખ્યામાં આવવાના હોય વડાપ્રધાનના માર્ગદર્શન મુજબ લોકો આ પ્રકારના જાહેર કાર્યક્રમો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા જોડાઈ તેવી અપીલ ના અનુસંધાને તારીખ 5,6,7, જૂન 2026 ના રોજ સાંજના 7થી રાત્રિના 11- કથા શ્રવણનો સમય હોય લોકોની રાજકોટના વિવિધ વિસ્તારોમાંથી રેસકોર્સ આવવા જવા માટે સ્પેશિય 7 રૂૂટમાં 14 બસ ફડાવવામાં આવેલ છે.