Site icon Gujarat Mirror

ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા

ફરિયાદી અને તેમના મિત્ર વિરૂધ્ધના ગુનામાં કોઇ પણ કાર્યવાહી ન કરવા રકમ માંગી હતી

રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન વચ્ચે આજે ગાંધીનગર ખાતે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ એક મોટી કાર્યવાહી કરીને CID ક્રાઇમ, સી.આઇ. સેલના એક પોલીસ ઇન્સપેક્ટર (PI) અને એક કોન્સ્ટેબલને ₹30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ લાંચની રકમ ગુનાહિત કાર્યવાહી ન કરવાના બદલામાં માંગવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, CID ક્રાઇમ, સી.આઇ. સેલ, ગાંધીનગરના પોલીસ ઇન્સપેક્ટર શ્રી પેથાભાઇ કરમશીભાઇ પટેલ (આરોપી-1) અને આર્મ્ડ પોલીસ કોન્સટેબલ વિપુલભાઇ બાબુભાઇ દેસાઇ (આરોપી-2) વિરુદ્ધ એક જાગૃત નાગરિક (ફરિયાદી) દ્વારા ACBનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

ફરિયાદી અને તેમના મિત્ર વિરુદ્ધ CID ક્રાઇમ ગાંધીનગર ઝોન પો.સ્ટે. ગુ.ર.નં. 22/2024ના ગુનામાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવાના બદલામાં આરોપીઓએ રૂૂ. 30,00,000/- (ત્રીસ લાખ રૂૂપિયા) ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદના આધારે, આજે તા. 15/12/2025ના રોજ ACBની ટીમે ગાંધીનગરના સરગાસણ ખાતે, ધી ઓફિસીસ હરી ગ્રુપ નામની નવી બનતી સાઇટ આગળ, સ્વાગત સિટી મોલથી આગળ, જાહેર રોડ પર સફળ છટકું ગોઠવ્યું હતું.

આ લાંચના છટકા દરમિયાન, આરોપી નંબર-2 (કોન્સ્ટેબલ વિપુલભાઇ દેસાઇ) દ્વારા ફરિયાદી સાથે રૂૂબરૂૂમાં હેતુલક્ષી વાતચીત કરીને રૂૂ. 30,00,000/- ની લાંચની રકમ સ્વીકારવામાં આવી હતી. એટલું જ નહીં, પરંતુ આરોપી નંબર-1 (ઙઈં પેથાભાઇ પટેલ) એ પણ આ સમગ્ર લાંચ સ્વીકૃતિમાં પોતાની સંમતિ આપીને બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી. ACBએ ઘટનાસ્થળેથી લાંચની માંગણી કરેલ અને સ્વીકારેલ રૂૂ. 30,00,000/- ની રકમ સંપૂર્ણપણે રિકવર કરી લીધી છે.

Exit mobile version