ગુજરાત
વિદેશમાં MBBSનો અભ્યાસ કરેલ ફિઝિશિયન કે M.D.લખી શકશે નહીં
માત્ર MBBS લખવા ફરમાન, નિયમનું ઉલ્લંઘન કરનારનું લાઈસન્સ રદ થશે: ગુજરાત મેડીકલ કાઉન્સિલની નોટિસ
અન્ય દેશમાંથી એમબીબીએસનો અભ્યાસ કરી અને ભારત આવેલા તબીબો એમ.ડી. કે ફિઝિશીયન લખાવી શકશે નહીં અને તેમને એમબીબીએસ જ લખવાનું રહેશે. તેમજ ગુજરાત મેડીકલ કાઉન્સિલ પાસે સર્ટીફિકેટ પણ લેવાનું રહેશે. જો નિયમનો ઉલાળ્યો કરવાાં આવશે તો તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવાામં સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત મેડીકલ કાઉન્સિલ દ્વારા જાહેર કરેલ પરીપત્રમાં જણાવ્યું છે કે ભારત દેશ બહાર એમબીબીએસ પાસ થઈને આવતા કેટલાક ડોકટર્સ (ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટસ (ઋખૠત) કે જે ભારત દેશની એમબીબીએસ લાયકાતને સમકક્ષ ડિગ્રી ધરાવતા હોવા છતાં પોતે ખ.ઉ. પઙઇંઢજઈંઈઈંઅગથ અથવા ઉજ્ઞભજ્ઞિિં જ્ઞર ખયમશભશક્ષય લાયકાતધારક હોવાનું દર્શાવી/લખી જાહેર જનતાને ગેરમાર્ગે દોરતા હોય છે, તો આવા તમામ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ એ તેઓના પ્રિસ્ક્રીપ્શન, વીઝીટીંગ કાર્ડ, લેટર પેડ, સાઈન બોર્ડ, રબર સ્ટેમ્પ, ફીની પહોંચ, મેડિકલ સર્ટિફિકેટ વગેરે જેવી તમામ જગ્યાઓ પર ફક્ત એમબીબીએસ જ લખવાનું રહેશે.
ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરતા તમામ એલોપેથિક ડોક્ટરોએ તેઓના પ્રિસ્ક્રીપ્શન, લેટર પેડ/ રબર સ્ટેમ્પ, ફીની પહોંચ, મેડિકલ સર્ટિફિકેટ વગેરે પર તેઓને ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ લાયસન્સ નંબર ફરજિયાતપણે દર્શાવવાનો રહેશે.
તમામ એલોપેથિક ડોક્ટરોએ ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરવા સારું ગુજરાત મેડિકલ કાઉન્સિલમાંથી લાયસન્સ લેવું ફરજિયાત છે. અન્ય રાજ્યનું કે ખઈઈં/ગખઈનું રજીસ્ટ્રેશન/લાયસન્સ હોય છતાં ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન/ લાયસન્સ લેવું ફરજિયાત છે અન્યથા તેમના વિરૂૂદ્ધ નેશનલ મેડિકલ કમિશન/ ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.
MCH-DMનું રજિસ્ટ્રેશન કરાવવા સૂચના
ગુજરાત મેડિકલ કાઉન્સિલના ધ્યાન પર આવેલ છે કે ગુજરાતમાં પ્રેક્ટિસ કરતા કેટલાક સ્પેશ્યાલિસ્ટ/ સુપર-સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો ગુજરાત મેડિકલ કાઉન્સિલનું ફક્ત એમબીબીએસનું જ રજીસ્ટ્રેશન/ લાયસન્સ ધરાવે છે પરંતુ તેમની પોસ્ટ ગ્રેજ્યુએટ MD/ MS જેવી સ્પેશ્યાલીટી કે MCH/ DM જેવી સુપર સ્પેશ્યલિટી ડિગ્રીનું રજીસ્ટ્રેશન/ લાયસન્સ લીધેલ નથી, તો આવા ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટરોને તેઓની MCI/ NMIદ્વારા માન્યતા પ્રાપ્ત તમામ સ્પેશ્યાલીટી કે સુપર સ્પેશ્યાલીટી ડિગ્રીનું લાયસન્સ/ રજીસ્ટ્રેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં કરાવવું આવશ્યક હોઈ સત્વરે કરાવી લેવા જણાવવામાં આવે છે અન્યથા તેમના વિરૂૂદ્ધ નેશનલ મેડિકલ કમિશન/ ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.