Site icon Gujarat Mirror

સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLનું ‘ઓપરેશન ડિશ કનેકશન’

28.68 લાખ ડિફોલ્ટરોના વીજ જોડાણો ઉપર કાતર ફેરવવા 2700 ટુકડીઓનું દળકટક ઉતારાયું

પશ્ચિમ ગુજરાત વીજ કંપની (પીજીવીસીએલ) દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં બાકીદારોના વીજ જોડાણો કાપવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ માટે પીજીવીસીએલ દ્વારા કુલ 2700 ટીમ ઉતારવામાં આવી છે અને આજે સવારથી જ પોલીસ રક્ષણ હેઠળ ઓપરેશન ડિશ કનેકશન શરૂ કરવામાં આવતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ 28.68 લાખ ગ્રાહકો પાસેથી જ વીજ કંપનીના રૂા.652.99 કરોડના લેણા બાકી નીકળે છે. આજથી આવા ગ્રાહકોના વીજ જોડાણો આપવાની મેગા ડ્રાઇવ શરૂ કરાઇ છે.

રાજકોટ PGVCL 25 ફેબ્રુઆરીએ ડીસકનેક્શન ડે ઉજવશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 28.68 લાખ ગ્રાહકો એવા છે કે, જેઓએ રૂૂપિયા 652.99 કરોડનું વીજ બિલ ભરપાઈ કર્યું નથી. તેઓને ત્યાં PGVCLની 2700 ટીમ ત્રાટકશે અને વીજ કનેક્શન કાપી નાખશે. રાજકોટ શહેર-જિલ્લાના સૌથી વધુ 5.57 લાખ ડિફોલ્ટરો છે. જેમની પાસેથી 130.51 કરોડની વસૂલાત બાકી છે, જ્યારે જામનગરમાં રૂૂપિયા 88.71 કરોડ તો સુરેન્દ્રનગરમાં રૂૂપિયા 76.64 કરોડ વસૂલવાના બાકી છે.

રાજકોટ સ્થિત PGVCLના ફાઇનાન્સ વિભાગના જનરલ મેનેજર કિંતુકુમાર મલકાને જણાવ્યું હતું કે, પશ્ચિમ ગુજરાત વિજ લિમિટેડ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના 12 સર્કલમાં રૂૂપિયા 650 કરોડ જેટલું લેણું બાકી છે. જેમાં 28.68 લાખ વીજ ગ્રાહકો છે. જેમનું 2થી 6 માસ સુધીનું વીજ બિલ બાકી છે. માર્ચ માસ નજીક આવતા મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવે છે. પાલિકાઓનું ઘણા સમયથી વીજ બિલ બાકી છે, પરંતુ તે આવશ્યક સેવાઓમાં આવતી હોવાથી આ ડ્રાઈવમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રેસીડેન્સીયલ, ઇન્ડસ્ટ્રીયલ અને ખેતીવાડીના વીજ ગ્રાહકો કે જેઓએ વીજ બિલ ભર્યા નથી તેમનું વીજ કનેક્શન કાપવામાં આવશે. સામાન્ય રીતે વીજ બિલ ન ભર્યું હોય ત્યાં PGVCLની ટીમ જ્યારે વીજ કનેક્શન કાપવા માટે જાય ત્યારે સમજાવટ બાદ ગ્રાહકો દ્વારા નાણાં ભરપાઈ કરવામાં આવે છે.
જોકે તેનાથી ગ્રાહકોને એક ટેવ પડી ગઈ છે કે અમે જ્યારે તેમની પાસે વીજ બિલના નાણાં માંગવા જઈએ ત્યારે જ ભરે છે, જેથી તેમાં સુધારો આવે તે માટે ડીસકનેક્શન ડ્રાઈવ યોજવામાં આવશે. PGVCLની 2700 જેટલી ટીમ દ્વારા મેગા ડ્રાઇવ શઈ કરાઇ છે. જેમાં હાલ કોઈ જગ્યાએ પોલીસની જરૂૂર નથી, પરંતુ કોઈ વિસ્તારમાં આ પ્રકારની જરૂૂરિયાત પડશે તો તે પૂરી પાડવામાં આવશે.

Exit mobile version