Site icon Gujarat Mirror

ગોંડલના બંધિયા ગામે પ્રેમલગ્ન કરનાર બહેન ઉપર ભાઇનો હુમલો

યુવતીની ફરિયાદને આધારે ભાઇ વિરૂધ્ધ ગુનો નોંધાયો

ગોંડલ તાલુકાના બંધીયા ગામે પ્રેમલગ્ન કરનાર બહેન ઉપર તેના સગા ભાઈએ હુમલો કરતા આ મામલે બહેને ભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો. ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતી ભૂમિકાબેન હર્દીકભાઈ સાંડપાએ નોંધાવેલી ફરિયાદમાં તેના ભાઈ ધવલ રવજીભાઈ દાફડાનું નામ આપ્યું છે.

પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહીતા કલમ 115(2), 351(3), 329(4) તથા મુજબ ગુનો નોંધ્યો હતો. ભૂમિકાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેણે થોડા સમય પૂર્વે મોવિયા ગામના હર્દીકભાઈ સાંડપા સાથે પ્રેમલગ્ન કર્યા હોય જે પરિવારનો વિરોધ હોવા છતાં માતા-પિતાની વિરોધ છતાં પ્રેમલગ્ન કરનાર ભૂમિકા સાથે પરિવારે સંબંધ તોડી નાખ્યો હતો. ભૂમિકાબેનની લગ્ન બાદ પરિવારથી અલગ રહેતી હતી. બહેન જેને મોવીયા ગામના હાર્દિકભાઈ સાંડપા સાથે પ્રેમલગ્ન કરેલ હોઈ અને મોવીયા ગામ ખાતે રહેતી હોઈ જે પ્રેમ લગ્નનો ખાર રાખી ભાઈ ધવલ રવજીભાઈ દાફડાને સારું નહી લાગતા બહેન ઉપર હુમલો કર્યો હતો અને ઢીકા પાટુથી માર મારી મુંઢ ઈજા કરી, ફરી.ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Exit mobile version