જનતાનો પાવર, સુરતમાં ભાજપના ઉમેદવારનું માઈક છીનવી માગ્યો હિસાબ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે ભાજપના ઉમેદવાર ચંદ્રિકાબેનના પ્રચાર કાર્યક્રમમાં સ્થાનિક બેખૌફ પોતાની વેદના વ્યક્ત કરી હતી. નાગરિકે નેતા…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે ભાજપના ઉમેદવાર ચંદ્રિકાબેનના પ્રચાર કાર્યક્રમમાં સ્થાનિક બેખૌફ પોતાની વેદના વ્યક્ત કરી હતી. નાગરિકે નેતા પાસેથી માઇક લઇને સુવિધાઓના અભાવ અંગે પોતાની વાત રજૂ કરી હતી. આ ઘટનાએ ભારે ચર્ચા જગાડી છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

સભા દરમિયાન એક સ્થાનિક નાગરિકે નેતા પાસેથી માઇક છીનવી લીધું હતું. નાગરિકે આક્ષેપ કર્યો હતો કે, રિઝર્વેશન માટે 40 ટકા જગ્યા કપાત થવા છતાં પ્રકલ્પો હજુ સુધી સાકાર થયા નથી અને વધતી વસ્તી સામે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે ગાર્ડન જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. આ કામો પૂરા કરવાનું જાહેરમાં વચન માંગ્યું હતું. પરંતુ ઉમેદવાર પોતાની ખુરશી પરથી ઊભા પણ ન થયા. કોઈ ચોક્કસ ખાતરી ન આપતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ઉમેદવારનું આ વર્તન જોઇ લોકોમાં ભારે નારાજગી છે.

નોંધનીય છે કે, સુરતમાં ચૂંટણી પ્રચાર હવે તેજ બન્યો છે. સ્થાનિક નેતાઓ તેમજ દિગ્ગજ નેતાઓ પ્રચાર કરતાં જોવા મળી રહ્યા છે. સભા સંબોધી સ્થાનિક ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી બાજુ, રાત્રિ પ્રચારનો માહોલ પણ જામ્યો છે. આ દરમિયાન ઘણી જગ્યાએ નેતાઓને સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જોકે, મતદારોનો ખરો મિજાજ તો પરિણામ આવતાં જ જાણી શકાશે.