આવતીકાલથી રાજકોટ- સૌરાષ્ટ્રના લોકોને ગરમીથી મળશે રાહત

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો સતત ઊંચો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બરન્સ અને ગ્લોબલ વોર્મિંગના પગલે હાલ હવામાનમાં સતત ઉલટવેર થતો હોવાનું માલુમ…

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો સતત ઊંચો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બરન્સ અને ગ્લોબલ વોર્મિંગના પગલે હાલ હવામાનમાં સતત ઉલટવેર થતો હોવાનું માલુમ પડ્યું છે. ગુજરાતમાં આભમાંથી જાણે કે અગનગોળા વરસતા હોય તેમ સવારથી જ કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં 40થી 45 ડિગ્રીની વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું ત્યારે હવામાન વિભાગે આજ અને આવતીકાલ માટે રાજ્યમાં હીટવેવની ચેતાવણી આપી છે. આજે કચ્છમાં ઓરેન્જ એલર્ટ અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કર્યું છે.

આગામી ત્રણ દિવસ દરમિયાન પારો 41થી 45 ડિગ્રીની આસપાસ રહી શકે છે.હવામાન વિભાગે રાજ્યના તાપમાન અંગે આગાહી કરતા જણાવ્યું છેકે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ગરમીનો પારો 41થી 45 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં 35થી 40 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ શકે છે. જોકે ત્યારબાદ 4 દિવસ દરમિયાન પારો 2થી 3 ડિગ્રી ઘટશે.

હવામાન વિભાગ અનુસાર કચ્છમાં હીટવેવની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરબી, પાટણ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ ઉષ્ણ લહેર એટલે કે હીટવેવની ચેતાવણી આપવામાં આવી છે અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કચ્છ, પાટણ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની શક્યતાને પગલે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 28 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહી શકે છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં આકરી ગરમી અનુભવાઈ હતી. સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ (કેશોદ) અને કચ્છના કંડલા એરપોર્ટ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ નોંધાઇ હતી. સમગ્ર પ્રદેશમાં સૌથી ઊંચું તાપમાન કંડલા એરપોર્ટ ખાતે 45.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દરિયાકાંઠાના સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર જોવા મળ્યો છે.

અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર
અમદાવાદ. 44.2 ડિગ્રી
રાજકોટ. 43.3 ડિગ્રી
વડોદરા. 41.6 ડિગ્રી
સુરત. 35.1 ડિગ્રી
અમરેલી. 43.3 ડિગ્રી
ભાવનગર. 38.6 ડિગ્રી
ભુજ. 43.8 ડિગ્રી
દ્વારકા. 32.3 ડિગ્રી
કંડલા. 39.3 ડિગ્રી
ઓખા. 33.6 ડિગ્રી
પોરબંદર. 37.2 ડિગ્રી