રાજકોટના ધરાર પ્રેમીએ વડોદરાની પરિણીતાનું અપહરણ કર્યું

અગાઉ પ્રેમસંબંધ હતો, પરિવાર ન સ્વિકારતા યુવતીએ વડોદરાના યુવક સાથે લગ્ન કરી લીધા હતા પાણસીણા ચેક પોસ્ટ પાસેથી ત્રણેય યુવકને પકડી યુવતીને મુક્ત કરાવી વડોદરાના…

અગાઉ પ્રેમસંબંધ હતો, પરિવાર ન સ્વિકારતા યુવતીએ વડોદરાના યુવક સાથે લગ્ન કરી લીધા હતા

પાણસીણા ચેક પોસ્ટ પાસેથી ત્રણેય યુવકને પકડી યુવતીને મુક્ત કરાવી

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાંથી 3 શખસે એક યુવતીનું અપહરણ કરી લીધું હતું. અપહરણકારો યુવતીને કારમાં બેસાડી રાજકોટ તરફ લઈ જતા હતા. સયાજીગંજ પોલીસે બનાવ અંગે પાણશીણા પોલીસે જાણ કરી હતી. પોલીસે પાણશીણા ચેક પોસ્ટ પાસેથી અપહ્યુતને બચાવીને અપહરણકારોને ઝડપી પાડ્યા હતા.
સાંતલપુર તાલુકાના વૌવા ગામે રહેતો 21 વર્ષીય બાબુ રાજા રબારી, જામકંડોરણાના ઈન્દિરાનગરમાં રહેતો 36 વર્ષનો રાણા ઉર્ફે રોહિત સખા ભારાઈ અને ઉપલેટાના મોટી પાનેલતા ગામનો 26 વર્ષીય જયેશ ઉર્ફે ભીખો બધા હણે તા.25 એપ્રિલે વડોદરાના સયાજીગંજ બસ સ્ટેન્ડ નજીક અનેક લોકોની સામે ધોળા દિવસે પતિની હાજરીમાં પત્નીનું અપહરણ કરી લીધું હતું.

પતિએ પત્નીને બચાવવા માટે અપહરણકારોનો પ્રતિકાર કર્યો પણ સફળતા મળી નહોતી. અપહરણકારો પરિણિતાને કાળી ફ્રેમવાળા કાચની કારમાં બેસાડીને નાસી છૂટ્યા હતા. પતિએ સયાજીગંજ પોલીસ મથકે બનાવ અંગે જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ હાથ ધરતા અપહરણનો બનાવ સામે આવ્યો હતો.
અપહરણકારોની કાર અમદાવાદ- રાજકોટ હાઈવે પર જઈ રહી હોવાની માહિતી મળતા વડોદરા પોલીસે બનાવ અંગે પાણશીણા પોલીસ મથકે જાણ કરી હતી. પાણશીણા પીએસઆઈ કે.ડી. જાદવ, ક્રિપાલસિંહ ઝાલા સહિત ટીમે ચેક પોસ્ટ પર વોચ ગોઠવી નાકાબંધી કરી અપહરણકારોની કારને ઉભી રખાવી હતી. અપહ્યુત પરણિતાને બચાવીને અપહરણકારોને ઝડપી પાડ્યા હતા. યુવતીને લગ્ન પહેલાં અપહરણકાર યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની શક્યતા છે. લગ્ન બાદ યુવતીએ યુવક સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્યાં હતા.

આ વાત સહન નહીં થતાં પ્રેમી યુવકે મિત્રો સાથે પ્લાન ઘડીને યુવકે પ્રેમીકાનું અપહરણ કર્યું હતું. અપહરણના સમયે યુવતીએ પણ બચાવ માટે પ્રતિકાર કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. શર્મસાર કરતી વાત તો એ છે કે ઘટના સ્થળે 200થી વધુ લોકો પસાર થાય પરંતુ આમાંથી એકપણ વ્યક્તિએ યુવતીને બચાવવાનો પ્રયાસ કર્યો નહોતો.