અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુધ્ધની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે ભુજના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે સાંજે આકાસમાં ડ્રોન જેવી ભેદી વસ્તુ દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
આ વિડિયો વાયરલ થતાં હાલ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના રાત્રે 10 વાગ્યાની હોવાનું અનુમાન પોલીસે કર્યુ હતું. ભુજ શહેરના કેમ્પ વિસ્તાર, સરપટ નાકા, ભીડ નાકા આસપાસના વિસ્તારોમાં આકાશમાં ભેદી પ્રકાશમય પદાર્થ દેખાયા બાદ થોડીક જ ક્ષણમાં ગાયબ થઈ ગઈ હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
આ મામલે ભુજના ખગોળવિદ્દે ડ્રોન જેવી દેખાતી વસ્તુ આકાશમાં બહુ ઊંચાઈએ ન હોવાનું જણાવ્યું હતું. આકાશમાં સંખ્યાબંધ ડ્રોન જેવી કોઈ ભેદી ચીજ વસ્તુ ઉડતી હોવાને લઈને ભુજ પોલીસે તપાસ હાથ ધરી છે.

