કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની રજૂઆતને સફળતા: મુખ્યમંત્રીનો માન્યો આભાર
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તેમજ લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવતા રોડ રસ્તાઓની સ્થિતી સુધારવાની તાતી જરૂૂરિયાત હોવાથી તેમજ સ્થાનિકે વાહનોની અવર જવર પણ વધુ પ્રમાણમાં રહેતી હતી. તેથી સ્થાનિક પ્રજાજનોને આ ખરાબ રસ્તાઓને કારણે ઘણી બધી મુશ્કેલી પડતી હતી તેથી ગ્રામ પ્રજાજનો અને લોક પ્રતિનિધીઓ દ્વારા આ રસ્તાઓના રીસરફેસિંગ કરવા મંત્રી ભાનુબેન બાબરીયાને રજૂઆત કરવામાં આવી હતી.
મંત્રી ભાનુબેન બાબરીયાએ તેમના મત વિસ્તારના પ્રજાજનો અને લોક પ્રતિનિધીઓની રજૂઆતને ધ્યાને લઈ ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોની સુરક્ષા અને સરળતા હેતુ માટે આ બાબત સત્વરે માન. મુખ્યમંત્રીના ધ્યાને મુકવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્વગ્રાહી વિકાસની નેમ સાથે લોક પ્રજાજનોની સુખાકારી અને સુવિધાઓમાં વધારો કરતા કોટડા સાંગાણી રોડને જોડતા સાંઢવાયા- બગદડીયા રોડ 4.00 કિ.મીના રોડના રીસર્ફેસીંગ અને આનુસંગીક કામગીરી માટે રૂૂ.1.90 કરોડ તેમજ લોધિકા તાલુકાના દેવડા નગરપીપળીયા છાપરા રોડ 6.00 કિ.મીના રોડના રીસર્ફેસીંગ અને આનુસંગીક કામગીરી માટે માટેરૂૂ.2.90 કરોડએમ કુલ 10 કિ.મીના રોડના રીસર્ફેસિંગ અને નવીનીકરણ માટે કુલ રૂૂ.4.80 કરોડની સૈધ્ધાંતિક મંજુરી આપીછે.ઉકત મંજુરી મળતાં મંત્રી ભાનુબેન બાબરીયા સર્વે ગ્રામજનો વતી મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

