Site icon Gujarat Mirror

ચુનારાવાડમાં બુટલેગરના ઘરે પીસીબીનો દરોડો 216 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ

શહેરના લાખાજીરાજ ઉધોગનગર ચુનારાવાડ શેરી નં.3માં પીસીબીની ટીમે બુટલેગરના ઘરે દરોડો પાડી 31 હજારની 216 બોટલ વિદેશી દારૂૂ કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી હતી આ દરોડામાં બુટલેગર ફરાર થઇ ગયો હતો.

મળતી વિગતો મુજબ લાખાજીરાજ ઉધોગનગર ચુનારાવાડ શેરી નં.3માં રહેતા અશ્વીનભાઇ ધનજીભાઇ કોબીયાના મકાનમાં વિદેશી દારૂૂ ઉતાર્યો હોવાની બાતમીને આધારે પીસીબીની ટીમે દરોડો પાડી મકાનમાંથી રૂૂા.31,728નો 216 બોટલ ઇંગ્લીશ દારૂૂ કબજે કર્યો હતો આ દારૂૂ બાબતે રાજમોતી મીલ મયુરનગરમાં રહેતા વિપુલભાઇ પ્રવિણભાઇ કોબીયા અને લાખાજીરાજ ચુનારાવાડમાં રહેતા લાખાભાઇ કાળુભાઇ ચૌહાણની ધરપકડ કરી હતી.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી પી.સી.બી.ની ટીમના પી.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ એમ.આર.ગોંડલીયા, પી.આઈ એમ.જે.હુણ સાથે પીએસઆઈ પી.બી.ત્રાજીયા, એ.એસ.આઇ. મહીપાલસિંહ ઝાલા,ઘનશ્યામસિંહ ચૌહાણ અને હરદેવસિંહ રાણા સંતોષભાઇ મોરી, મયુરભાઈ પાલરીયા, હરદેવસિંહ રાઠોડ, કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, ફુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્વામી, યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઈ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમારે કામગીરી કરી હતી.

Exit mobile version