Site icon Gujarat Mirror

મનપા સંચાલિત પુસ્તકાલયોનો ઓગસ્ટ માસમાં 39,907 નાગરિકોએ લીધો લાભ

રાત્રી વાંચનાલયમાં 3,199 વિદ્યાર્થી ભાઇઓ તથા બહોનેએ કર્યું વાંચન

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય, દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય, બાબુભાઈ વૈધ લાયબ્રેરી ડો. બાબા સાહેબ આંબેડકર ભવન લાઈબ્રેરી, બહેનો અને બાળકો માટેની મોબાઈલ લાઈબ્રેરી યુનિટ 1 તથા 2, મહિલા એકટીવિટી સેન્ટર, મહિલા વાચનાલય, ચાણકય લાઈબ્રેરી, ઈસ્ટ ઝોન પેડક રોડમાં ઓગસ્ટ-2025 માસ દરમ્યાન કુલ 39,907 મુલાકાતીઓએ લાભ લીધેલ હતો.

આ એક માસ દરમ્યાન 318 નવા સભ્યો લાઈબ્રેરી સાથે જોડાયા હતા. સભ્યોની માંગણી અને નવ પ્રકાશિત વિવિધ વિષયોનાં પુસ્તકો, બાળ સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, નવલકથા, નવલિકાની સાથે સાથે વિધાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તકો મળી કુલ 875 પુસ્તકો, તથા બાળકો માટે વિવિધ પ્રકારના 125 જેવા રમકડા, પઝલ્સ, ગેઈમ્સ વગેરે ઈશ્યુમાં મુકવામાં આવેલા છે.

વિધાર્થીઓ માટે વિધાર્થી વાંચનાલયનો સમય રાત્રે 11 વાગ્યા સુધીનો કરવામાં આવેલ છે. જેનો છેલ્લા એક મહિનામાં કુલ 3,199 વિધાર્થી ભાઈઓ તથા બહેનોએ લાભ લીધેલ છે. ઓગષ્ટ માંસ દરમ્યાન 920 પુસ્તકો અને મેગેઝીનની વાંચકો માટે ખરીદી કરવામાં આવેલ. આ સુવિધાઓનો શહેરીજનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા પ્રયત્ન રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત લાઈબ્રેરીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે જેનો શહેરના નાગરિકો લાભ મેળવે તેવી અપીલ કરવામાં આવે છે.

Exit mobile version