રાષ્ટ્રીય

ચાલુ ટ્રેને સ્લીપર કોચની બર્થ તૂટી પડતાં મુસાફરનું મૃત્યુ

Published

on


કેરળના એક 60 વર્ષીય વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું કારણ કે ટ્રેનના કોચમાં મુસાફરી કરતી વખતે એક મુસાફર દ્વારા ખોટી રીતે સાંકળ બાંધવાને કારણે ઉપલા બર્થની સીટ પડી ગઈ હતી. ગવર્નમેન્ટ રેલ્વે પોલીસ (ૠછઙ) એ બુધવારે આ જાણકારી આપી. સધર્ન રેલવેએ બુધવારે મિલેનિયમ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક યાત્રીના મૃત્યુ પર ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું હતું અને સ્પષ્ટતા કરી હતી કે ટ્રેનના ડબ્બાની વચ્ચેની બર્થની સ્થિતિ સારી છે.

જીઆરપીએ જણાવ્યું કે 16 જૂને કેરળ નિવાસી અલી ખાન સી.કે. તેના મિત્ર સાથે તે ટ્રેન નંબર 12645 પએર્નાકુલમ-હઝરત નિઝામુદ્દીન મિલેનિયમ સુપરફાસ્ટ એક્સપ્રેસથના સ્લીપર કોચની નીચેની બર્થમાં બેસીને આગ્રા જઈ રહ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન તેલંગાણાના વારંગલ જિલ્લામાંથી પસાર થઈ રહી હતી.
તેમણે કહ્યું કે વૃદ્ધ વ્યક્તિને ગરદનમાં ઈજા થઈ હતી અને તેને પહેલા રામાગુંડમની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી તેને હૈદરાબાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 24મી જૂને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે. રેલ્વે મંત્રાલયના સત્તાવાર પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પડથ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્રશ્નમાં મુસાફર જ-6 કોચની સીટ નંબર 57 (નીચલી બર્થ) પર મુસાફરી કરી રહ્યો હતો.


એક યાત્રીએ ઉપરની બર્થની સીટ સાથે ચેન યોગ્ય રીતે ન જોડવાને કારણે સીટ નીચે પડી ગઈ હતી. એ સ્પષ્ટતા કરવામાં આવે છે કે સીટ ક્ષતિગ્રસ્ત હાલતમાં નહતી, ન તો તે પડી કે ક્રેશ થઈ હતીપોસ્ટમાં કહેવામાં આવ્યું છે. નિઝામુદ્દીન સ્ટેશન પર સીટની તપાસ કરવામાં આવી હતી અને તે બરાબર હોવાનું જાણવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version