Site icon Gujarat Mirror

જામનગર જર્જરિત મકાનનો ભાગ તૂટી પડ્યો; મહિલાને ઇજા

ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો

જામનગર ના ગાંધીનગર , મચ્છર નગર વિસ્તાર માં ઘણા લાંબા સમય થી ત્રણ માળીયા ફ્લેટો જર્જરીત હાલતમાં છે.જેમાં આજે બપોરે એક ઇમારત માં પારાપેટ વગેરે માંથી કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો. જર્જરીત ત્રણ માળીયા નો હિસ્સો તૂટી પડતાં એક મહિલા ઇજાગ્રસ્ત થયા હતા.જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી જી હોસ્પિટલ ખસેડાયા હતા. બીજી તરફ બનાવ ની જાણ થતા જ મહાનગર પાલિકા ની ફાયર તેમજ એસ્ટેટ વિભાગ નો સ્ટાફ દોડી ગયો હતો.અને જરૂૂરી આનુસંગિક કામગીરી હાથ ધરી હતી.

Exit mobile version