45 ડિગ્રી સાથે ગુજરાત અગનભઠ્ઠી બન્યું, આગામી 24 કલાક ભારે

  રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ વિસ્તારમાં હીટવેવનું રેડ એલર્ટ: ખતરનાક – જીવલેણ ગરમીના મોજા વચ્ચે, વાવાઝોડુ ફરી ત્રાટકવાની આગાહી રાજ્યમાં ગરમી 45 ડિગ્રી…

 

રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ વિસ્તારમાં હીટવેવનું રેડ એલર્ટ: ખતરનાક – જીવલેણ ગરમીના મોજા વચ્ચે, વાવાઝોડુ ફરી ત્રાટકવાની આગાહી

રાજ્યમાં ગરમી 45 ડિગ્રી નજીક પહોંચી જતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્યમાં કંડલા એરપોર્ટ પર 45.2 ડિગ્રી અને અમદાવાદમાં 44.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં ગરમી હજી પણ ભુક્કા બોલાવશે. બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે 27 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત નવ રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી અમલમાં છે. આ સમયગાળા દરમિયાન વીજળી અને વાવાઝોડાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.

ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગે જાહેર કરેલા ગરમીના આંકડા પ્રમાણે રાજ્યમાં સૌથી વધારે ગરમી કંડલા એરપોર્ટ ઉપર 45.2 ડિગ્રી નોંધાઈ હતી. આ ઉપરાંત અમદાવાદ 44.8 ડિગ્રી સાથે બીજા નંબરે રહ્યું હતું. તેમજ 44.5 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમરેલી રાજ્યનું ત્રીજા નંબરનું ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગે જાહેર કરેલી આગાહીના પગલે આજે સુરત, પાટણ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ વિસ્તારમાં હીટવેવની શક્યતા છે. હવામાન વિભાગે લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે અપીલ કરી છે.
દેશમાં ખતરનાક અને જીવલેણ ગરમીના મોજા વચ્ચે, વાવાઝોડા ફરી ત્રાટકવાની તૈયારીમાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે, 27 એપ્રિલે ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત નવ રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી આપવામાં આવી છે. વીજળી અને વાવાઝોડાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. પૂર્વી અને પર્વતીય રાજ્યોના ઘણા જિલ્લાઓમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વરસાદની સાથે, 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 27 એપ્રિલે નવ રાજ્યોમાં વરસાદ અને તોફાનની ચેતવણી આપવામાં આવી છે. જે રાજ્યોમાં વરસાદની આગાહી છે તેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડાની આગાહી છે. તાપમાનમાં ફેરફારની સંભાવના આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સુધી ઘટી શકે છે. આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના આંતરિક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 થી 45 ડિગ્રીની વચ્ચે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 40 ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે.