આજ ના આધુનિક યુગમાં દરેક વેપાર ધંધા માટે ટેક્નોલોજી નો ઉપયોગ સામાન્ય બની ગયો છે. હવે જામનગરના પાન-મસાલા ના વેચાણકારોએ પણ ટેક્નોલોજીની સાથે વેપારમાં નવીનતા લાવી છે. જામનગરમાં હવે માવા એટીએમ શરૂૂ થયું છે! હા, સાવ સત્ય વાત છે એ.ટી.એમ. એટલે હવે એની ટાઈમ માવો એવો અર્થ બની ગયો છે.
જામનગરમાં એક વેપારીએ દુકાનની બહાર એક ખાસ મશીન સ્થાપિત કર્યું છે. જ્યાં ગ્રાહક ઓનલાઇન પેમેન્ટ કરીને માવા મેળવી શકે છે. આ મશીન ચોવીસેય કલાક રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ છે. એટલે કે દુકાન બંધ હોય, વરસાદ નો દિવસ હોય કે વહેલી સવાર કે મોડી રાત હવે માવાના શોખીનો માટે કોઇ સમયનું બંધન રહ્યું નહીં. આ પહેલના ઘણા ફાયદા થઇ રહ્યા છે. ગ્રાહકોને સરળતા અને તેમની સુવિધા મુજબ માવો ઉપલબ્ધ થાય છે. મશીનમાં ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ છે. વ્યાપારી માટે વેચાણમાં વધારો થયો છે. ટેક્નોલોજી થી વેપારમાં નવી દિશા જોવા મળી રહી છે.
આ પહેલા પણ આ વેપારીએ દુકાનમાં મિશ્રણ મશીન, સોડા મશીન અને સી.સી.ટી.વી કેમેરા જેવી આધુનિક સુવિધાઓ લગાવી હતી. હવે માવા એ.ટી.એમ દ્વારા તેઓએ ટેક્નોલોજી ના વધુ એક પગથિયા પર પગ મૂક્યો છે.
જામનગર શહેરના હરિયા કોલેજ રોડ પર આવેલ ચામુંડા ડીલકસ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ નામના સંચાલક અશ્વિનભાઇ છૈયા એ જણાવ્યું છે કે, મારી દુકાન બંધ હોય છતાં પણ મારા ગ્રાહકોને કાચી રફ 138 પાર્સલ માવો રાઉન્ડ ધ કલોક ગમે ત્યારે મળી જશે. ગ્રાહકો રૂૂ.20 સ્કેનર માં નાખશે તો 1 માવો મળશે, રૂૂ.40 નાખશે તો 2 માવા મળશે, રૂૂ.60 નાખશે તો 3 માવા મળશે, રૂૂ.80 નાખશે તો 4 માવા મળશે અને અંતે રૂૂ.100 નાખશે તો 5 માવા તાત્કાલિક મળશે. આ એ.ટી.એમ માવા મશીન ની કિંમત રૂૂ.30,000 છે. અને જામનગર ની બજારમાં સૌ-પ્રથમ માત્ર ચામુંડા ડીલકસ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ પર ઉપલબ્ધ છે.

