Site icon Gujarat Mirror

સોયલ ટોલ નાકે દારૂ ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો કરી પકડી પડાઈ

જામનગર એલસીબી શાખા ની ટુકડી એ ધ્રોળના સોયલ ટોલ નાકે એક કારમાં જામનગરમાં ઘુસાડવામાં આવી રહેલા માતબર દારૂૂ પૂર્વ બાતમીના આધારે ફિલ્મી ઢબે કારનો પીછો કરી કારમાંથી 520 નંગ વિસ્તારની બાટલીનો માતબર જથ્થો કબજે કરી લીધો છે, અને એક આરોપીની અટકાયત કરી છે. જ્યારે બે દારૂૂના ધંધાર્થીને ફરારી જાહેર કરાયા છે.

જામનગરની એલસીસીબી ની ટિમ ને ખાનગી બાતમી હકિકત મળલી કે,બલેનો કાર નંબર જી.જે.01 આરએકસ 0836 માં એક શખ્સ ઘ્રોલ તરફથી ઇગ્લીશ દારૂૂનો જથ્થો લઇને જામનગર તરફ આવી રહેલ છે.તે હકિકત આઘારે સોયલ ટોલ નાકે વોચમા હતા. દરમ્યાન સદરહુ કાર સોયલ ટોલ નાકા થી પસાર થતાં તે કારનો ફિલ્મી ઢબે પીછો કરાયો હતો.

છેક ફલ્લા ગામના ડેમ પાસે કારને આંતરી લેવાઈ હતી. તે કારને ખોલીને અંદર ચેકિંગ કરતાં અંદરથી 520 નંગ ઇંગલિશ દારૂૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો, અને જામનગરમાં બે શખ્સોએ આયાત કર્યો હતો, અને જામનગરમાં ઘુસાડવામાં આવી રહ્યો હતો. જેથી પોલીસે કાર ચલાવી રહેલા જામનગરના કાર ચાલક જીતેન્દ્રભાઇ ઉર્ફે જયલો ટકો જગદીશભાઇ ચાવડા રહે.શંકરટેકરી, ન્યુ જેલ રોડ, જામનગર વાળાને પકડી લઈ પ્રોહીબીશન ધારા હેઠળ આરોપી જીતેન્દ્રભાઇ ઉર્ફે જયલો ટકો જગદીશભાઇ ચાવડા (ઉવ.26 રહે.શંકરટેકરી, ન્યુ જેલ રોડ, જામનગર)ની અટકાયત કરાઈ છે.

ઉપરોક્ત દારૂૂ નો જથ્થો મંગાવનાર જામનગરના દિપભાઇ અનીલભાઇ સોંદરવા (રહે. શંકરટેકરી જામનગર) અને પિન્ટુ ઉર્ફે બાઠીયો પરમાર (રહે. શંકરટેકરી જામનગર) ને ફરારી જાહેર કરાયા છે. પોલીસે ઇંગ્લીશ દારૂૂની બોટલો નંગ-520 (કિ.રૂૂ. 4,08,800), મોબાઇલ ફોન-1 ( કિ.રૂૂ. 10,000), બલેનો કાર (કિ.રૂૂ. 3,00,000) સહિત કુલ રૂૂ. 7,18,800ની માલમતા કબજે કરી છે.

Exit mobile version