9 માસથી ખાલી કરી દેવાયેલી લાખાજીરાજ માર્કેટના વેપારીઓમાં આક્રોશ

શહેરની ઐતિહાસિક લાખાજીરાજ શાકમાર્કેટ(જયુબિલી) જર્જરિત થઇ ગઇ હોય બે માળની બનાવવા વેપારીઓ પાસે ખાલી કરાવ્યાને 9 મહિના થઇ ગયા. આટલા દિવસમાં હજુ સુધી રિનોવેશન માટે…

શહેરની ઐતિહાસિક લાખાજીરાજ શાકમાર્કેટ(જયુબિલી) જર્જરિત થઇ ગઇ હોય બે માળની બનાવવા વેપારીઓ પાસે ખાલી કરાવ્યાને 9 મહિના થઇ ગયા. આટલા દિવસમાં હજુ સુધી રિનોવેશન માટે નવી એક ઇંટ મુકવામા આવી નથી. વેપારીઓએ પોત પોતાની રીતે જગ્યા શોધીને રોજીરોટી તો શરૂૂ કરી છે પરંતુ સ્થળ બદલાતા ધંધા-વેપારની પણ પથારી ફેરવાઇ ગઇ હોય તેવી હાલત થઇ છે. જ્યા સુધી રિનોવેશનનું કામ શરૂૂ ન થાય ત્યા સુધી આ લાખાજીરાજ માર્કેટમાં વેપાર-ધંધો કરવા દ્યો, તંત્ર રિનોવેશન કામ શરૂૂ કરે તેના ચાર દિવસ પહેલા જગ્યા ફરીથી સ્વૈચ્છાએ ખાલી કરી દેવામા આવશે તેવી વેપારીઓની વ્યાપક માગણીને લઇને આજે સ્ટેન્ડીંગ ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક સહિતના પદાધિકારીઓને રૂૂબરૂૂ વેપારીઓને મળવા માટે દોડી જવાની ફરજ પડી હતી.

રાજકોટ શહેરના મધ્યમાં આવેલી અને ઐતિહાસિક વારસો ધરાવતી સર લાખાજીરાજ માર્કેટને આધુનિક બનાવવા માટે નવેમ્બર 2025માં સીલ કરવામાં આવી હતી. જોકે, માર્કેટ બંધ થયાને લાંબો સમય વિતી ગયો હોવા છતાં રિનોવેશનનું કામ શરૂૂ નહીં થતાં સ્થાનિક વેપારીઓ અને મજૂરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા અને માર્કેટ સમિતિનાં ચેરમેન મોહિતસિંહ જાડેજા સહિતનાં પદાધિકારીઓએ રૂૂબરૂૂ મુલાકાત લીધી હતી અને વેપારીઓ તથા મજૂરોની વ્યથા સાંભળી હતી. જેમાં એક મજુરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું અહી મજૂરી કરતો હતો, પણ તાળા મારવામાં આવતા પેટનો ખાડો કેમ બુરવો તે પ્રશ્ન છે.

દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, આ સર લાખાજીરાજ માર્કેટ એ રાજકોટનું ઐતિહાસિક વારસો ધરાવતું માર્કેટ છે. આચારસંહિતા અને વહીવટદાર શાસનને કારણે ટેકનિકલ પ્રક્રિયામાં થોડો વિલંબ થયો હતો. હવે મારી પાસે દરખાસ્ત આવી ગઈ છે અને અમે અધિકારીઓને જરૂૂરી સૂચનાઓ આપી દીધી છે. મનપા સ્તરની તમામ કાનૂની અને ટેકનિકલ પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરી વહેલી તકે રિનોવેશન કામ શરૂૂ થાય તે દિશામાં સકારાત્મક કામગીરી કરવામાં આવી રહી છે. ચોક્કસ સમય હાલ આપી શકાય તેમ નથી. પરંતુ ઝડપથી આ માર્કેટના રીનોવેશનની કામગીરી પૂર્ણ કરીને વેપારીઓને જગ્યા પરત સોંપવાની ખાતરી પણ તેમણે આપી છે.

સ્થળ બદલાતા વેપારીઓને વેપાર-ધંધામાં 80 ટકા માઠી અસર
વેપારીઓની સાથે શ્રમિકો પણ બન્યા છે બેરોજગાર
માર્કેટમાં કાર્યરત 50થી 55 જેટલા થડાધારકો અને વેપારીઓને ખાલી કરાવીને જ્યુબેલી શાકમાર્કેટ ખાતે વૈકલ્પિક જગ્યા આપવામાં આવી હતી. જોકે, વેપારીઓના જણાવ્યા મુજબ 70 વર્ષ જૂની જગ્યા બદલાવાથી તેમના વેપાર-ધંધા પર 80% જેટલી માઠી અસર પડી છે અને 20% જેટલી પણ આવક થતી નથી. આ કારણે વેપારીઓ માટે રોજીરોટીનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. વેપારીઓએ આક્રોષ સાથે જણાવ્યુ હતુ કે, 11 મહિનાથી રિનોવેશન માટે માર્કેટ ખાલી કરી દીધી છે. પરંતુ અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ કામગીરી શરૂૂ કરવામાં આવી નથી. જે જગ્યાએ 50 વર્ષથી ધંધો કરતા હોય ત્યાંથી જગ્યા બદલાય એટલે ગ્રાહકો આવતા નથી અને મુશ્કેલી પડે છે. માર્કેટ બંધ થવાથી માત્ર વેપારીઓ જ નહીં પરંતુ ત્યાં મજૂરી કામ કરતા શ્રમિકો પણ બેરોજગાર બન્યા છે. મજૂર દીપક બાબુલાલ ઠક્કરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અહીં શાકભાજીની ગુણો ઊંચકવાનું કામ કરીને અમે પેટનો ખાડો પૂરતા હતા. પરંતુ માર્કેટ બંધ કરી દેવાતા અમારી મજૂરી બંધ થઈ ગઈ છે.