Site icon Gujarat Mirror

કાર્યક્રમો યોજવા મોંઘા પડશે, કલેક્ટર તંત્રએ શાસ્ત્રી મેદાન-ચૌધરી ગ્રાઉન્ડના ભાડા વધાર્યા

ધાર્મિક કાર્યક્રમો માટે 10 ટકા અને કોમર્સિયલમાં 10થી 15 ટકાનો વધારો

રાજકોટ જિલ્લા કલેકટર હસ્તકના બે મહત્વપૂર્ણ મેદાનોના ભાડામાં વહીવટી તંત્ર દ્વારા 10 થી 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાથી મેદાનોનો ઉપયોગ કરતા વિવિધ આયોજકોના ખર્ચમાં વધારો થશે.
મળતી માહિતી અનુસાર, રાજકોટના શાસ્ત્રી મેદાન અને ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડના ભાડામાં આ વધારો લાગુ કરવામાં આવ્યો છે. હાલમાં તંત્ર પાસે આ બંને મેદાનો મળીને અંદાજે 43,000 ચોરસ મીટર જેટલી જગ્યા ઉપલબ્ધ છે.

ભાડામાં થયેલા વધારા અંગે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધાર્મિક કાર્યક્રમો માટે એક દિવસનું ભાડું અગાઉ 215 રૂૂપિયા હતું, જેમાં હવે 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે, અન્ય કોમર્શિયલ અથવા ઔદ્યોગિક હેતુઓ માટેના કાર્યક્રમો માટે એક દિવસનું ભાડું પહેલાં 19,000 રૂૂપિયા લેવામાં આવતું હતું, જેમાં 10 ટકાથી 15 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

Exit mobile version