Site icon Gujarat Mirror

1000 વીઘા ગૌચરની જમીન ખાલી કરાવવા ઓપરેશન

ઉપલેટાના હાડફોડી ગામે કલેકટર તંત્રની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી, વાવેતર ઉપર ટ્રેકટર-જેસીબી- રોટાવેટર ફેરવી દેવાયા

રાજકોટ જિલ્લામાં સરકારી અને ગૌચરની જમીનો ઉપર થયેલા ગેરકાયદે દબાણો દુર કરવાની ઝુંબેશના ભાગરૂપે આજે જિલ્લા કલેકટરની સુચનાથી ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે કેટલાક માથાભારે શખ્સોએ ગૌચરની અંદાજે એક હજાર વિઘા જમીન ઉપર કરેલો કબજો ખાલી કરાવી ગૌૈચરની જમીનમાં કરેલા વાવેતર ઉપર ટ્રેકટર અને જેસીબી ફેરવી દીધા હતા. રાજકોટ જિલ્લાનું આ સૌથી મોટુ ગૌચરની જમીન ખુલ્લી કરાવવાનું ઓપરેશન ચારેક દિવસ ચાલે તેવી શકયતા છે. આ જમીન ખુલ્લી કરવા માટે 10 ટ્રેકટર, 10 જેસીબી અને 10 રોટાવેટર કામે લગાડાયા છે.

ઉપલેટાના હાડફોડી ગામે આજે ધોરાજી પ્રાંતની રાહબરી હેઠળ સર્વ નંબર 18ની 1000 વીઘા પર છેલ્લા 25 વર્ષથી સરકારી જમીન પર કબજો જમાવીને બેઠેલા ભુ માફિયાઓની જમીન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ જમીનની અંદાજિત કિંમત 100 કરોડથી પણ વધુ થવા જાય છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશીની સૂચના બાદ ધોરાજી પ્રાંતની રાહબરી હેઠળ આજે સવારે ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે આવેલ સર્વ નંબર 18 ની ગૌચરથી સરકારી જમીન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે છેલ્લા 25 વર્ષથી પણ વધુ સમયથી ભૂ માફિયાઓ દ્વારા ગૌચરની જમીન પર કબજો જમાવીને બેઠા હતા. અને ભાદરના પાણી ખેંચી ત્રણ ત્રણ પાક લઇ કમાણી કરી રહ્યા હતા.

કલેક્ટર પ્રભાવ જોશી જણાવ્યું હતું કે ત્યાંના આગેવાનો તેમજ ગૌશાળાના આગેવાનો દ્વારા અનેક ફરિયાદો અને કરવામાં આવી હતી ત્યારબાદ આજે ઉપલેટાના હાડફોડી ખાતે પ્રાત અધિકારી. ધોરાજી ઉપલેટા મામલતદાર. ચીફ ઓફિસર અને પોલીસ સ્ટાફ સાથે મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા ત્રણથી ચાર દિવસ સુધી આ જમીન ખુલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે

Exit mobile version