Site icon Gujarat Mirror

કરૂણાંતિકા: જોડિયામાં પુત્રની સગાઇ કરવા ગયેલા પિતાનું હાર્ટ બેસી ગયું

રાજકોટનો પરિવાર સગપણ કરીને ઘરે પરત ફર્યા બાદ મોભીના મોતની જાણ થતા કાળો કલ્પાંત

રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળનાં ખપ્પરમા હોમાઇ રહી છે. ત્યારે વધુ એક કરૂણાંતિકા સર્જતી ઘટના સામે આવી છે જેમા રાજકોટથી જોડીયા ગામે પુત્રની સગાઇ કરવા ગયેલા પિતાનુ હૃદય બેસી જતા બેભાન હાલતમા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. જયા આધેડનુ મોત નીપજયુ હતુ. પરીવાર સગાઇ કરીને ઘરે પરત આવતા મોભીનાં મોતની જાણ થતા જ પરીવારમા કાળો કલ્પાંત સર્જાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટનાં મોરબી રોડ પર જકાત નાકા પાસે આવેલા લાલપરીમા રહેતા ભીખાભાઇ જસ્સીભાઇ બારીયા નામનાં પર વર્ષનાં આધેડ જામનગરનાં જોડીયા ગામે રહેતા કાળુભાઇ ચીરોયાનાં ઘરે હતા . ત્યારે બેભાન હાલતમા ઢળી પડયા હતા . આધેડને તાત્કાલીક સારવાર માટે જોડીયા બાદ રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જયા તેમની સારવાર કારગત નીવડે તે પુર્વે જ ફરજ પરનાં તબીબે જોઇ તપાસી આધેડનુ હૃદય રોગનાં હુમલાથી મોત નીપજયુ હોવાનુ જાહેર કર્યુ હતુ.

પ્રાથમીક પુછપરમા મૃતક ભીખાભાઇ બારીયા ચાર ભાઇ અને એક બહેનમા વચેટ હતા. અને તેમને સંતાનમા ત્રણ પુત્ર અને એક પુત્રી છે . પુત્ર રાજની સગાઇ કરવા પરીવારજનો સાથે જોડીયા ગામે ગયા હતા જે દરમ્યાન ભીખાભાઇ બારીયાને હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમા ઢળી પડતા સારવારમા ખસેડાયા હતા. જયા તેમનુ મોત થયા અંગેની પરીવારને જાણ નહી કરી પ્રસંગ ઉકેલવામા આવ્યો હતો . સગાઇ પ્રસંગે પરત ફરેલા પરીવારની ભીખાભાઇ બારીયાનાં મોત અંગે જાણ કરવામા આવી હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version