rajkot

ગોંડલમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

Published

on

કેસની વિગત એવી છે કે ગોંડલના વ્યાપારી કૃપાલી ટ્રેડિંગ કંપનીના માલિક હિતેશભાઈ રઘુભાઈ બુટાણીએ કચ્છ ભુજ ના વ્યાપારી નવદુર્ગા ટ્રેડર્સ ના નામથી ચાલતી ભાગીદારી પેઢી ના ભાગીદારો મનીષભાઈ ઈશ્વરલાલ ત્રિવેદી તથા રાહુલભાઈ રમેશભાઈ ચંદારાણા વિરુદ્ધ નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ રૂૂપિયા એક લાખ 00 ની ફરિયાદ આ બંને વેપારીઓ વિરુદ્ધ દાખલ કરેલી હતી આ કેસ ચાલી જતા ગોંડલના બ્રહ્મભટ્ટ સાહેબની કોર્ટમાં ફરિયાદીનો કેસ પુરવાર માની બંને આરોપીઓને અને પેઢીને એક વર્ષની સજા અને એક લાખ રૂૂપિયાનો વળતર અને જો વળતર એક માસ અંદર ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરેલ છે. આરોપી પેઢીએ ફરિયાદી પાસેથી કુલ રૂૂપિયા ચાર લાખ નું લસણ તથા ડુંગળી ખરીદ કરેલું હતું અને તે પૈકી એક લાખના બે ચેક આપેલ હતા તથા ત્રણ લાખના જે ચેક આપેલ હતા તે મુદત બહાર જતા રહેલા હતા
આ કેસમાં જેતપુરના સિનિયર એડવોકેટ સનતભાઈ મહેતા દેવયાનીબેન મહેતા તથા ઘનશ્યામભાઈ ચૌહાણ ફરિયાદી પક્ષ તરફથી રોકાયેલા હતા.

ગોંડલના ગુજસીટોકના ગુનામાં આરોપીના જામીન મંજૂર

ગોંડલમાં ત્રણ વર્ષ પહેલા ગુજસીકોટનાં આરોપ હેઠળ જેલમાં ધકેલાયેલા આરોપીનાં હાઇકોર્ટ દ્વારા જામીન મંજૂર કરાયા છે. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના કમલેશ રાજુભાઇ સિંધવ ની તા.71221 નાં ગુજસીકોટ હેઠળ સીટી પોલીસે ધરપકડ કરી હતી.34 મહીનાથી જેલમાં રહેલાં કમલેશ સિંધવ નાં ગુજરાત હાઇકોર્ટ નાં વકિલ વિરાટ પોપટ તથા શિવાંગીની માઘડે હાઇકોર્ટ માં ધારદાર દલીલો કરતા હાઇકોર્ટ દ્વારા કમલેશ સિંધવ નાં જામીન મંજૂર કરાયા છે. એડવોકેટ શિવાંગીની માધડ ગોંડલ નાં આગેવાન અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટ નાં પ્રમુખ દિનેશભાઈ માધડ નાં પુત્રી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version