ગુજરાત
ચેક પરત ફરવાના કેસમાં વેપારીને એક વર્ષની જેલ
4.42 લાખ વળતર પેટે ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ
ઉત્પાદક પાસેથી સબમર્સીબલ પંપની જ્થાબંધ ખરીદી પેટે આપેલો રૂૂ.4.42 લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં જેસરના વેપારીને એક વર્ષની સજા અને ચેકની રકમ વળતર પેટે ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ સિધ્ધી એન્જિનિયરિંગના ભાગીદાર દરજજે સન્ની રમેશચંદ્ર મારવાણીયા (ઠે.પ્લોટ નં. જી-2223, ક્રાંતિ ગેઈટ મેઈન રોડ, લોધીકા જી.આઈ.ડી.સી., મું. મેટોડા) પાસેથી પ્રવીણ મોહનભાઈ ચૌહાણ (નેમીનાથ મશીનરી સ્ટોર્સ, મું.જેસર)એ સબમર્શીબલ પંપ ટેલિફોન/મોબાઈલ ઉપર ઓર્ડરથી ખરીદ્યા હતા. જે બિલ મુજબની રકમ રૂૂા. 4.57 લાખની ખરીદી કરી હતી.
જે પૈકીની રકમ રૂૂા. 4.42 લાખનો ચેક આપેલ, જે ચેક રિટર્ન થતા રમેશ મારવણિયાએ તેના વકીલ મારફત આરોપીને આપેલી લીગલ નોટીસનો કોઈજ યોગ્ય જવાબ કે ચેક મુજબની રકમ ચુકવવા દરકાર કરેલ નહી, જેથી અદાલતમાં ફરીયાદ દાખલ કરેલ, જેમાં ફરીયાદીના વકીલ દ્વારા કરવામા આવેલ ધારદાર રજુઆતો અને વડી અદાલતના ચુકાદાઓને દયાને લઈ રાજકોટના 9મા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આઈ.એમ. શેખે આરોપી જેસર નેમીનાથ મશીનરી સ્ટોર્સના પ્રોપાઈટર દરજજે પ્રવીણ મોહનભાઈ ચૌહાણને 1 વર્ષની સાદી કેદ તથા ફરીયાદીને રકમ રૂૂા. 4,42,716 નું વળતર ન ચુકવે તો વધુ 6 માસની જેલની સજાનો હુકમ ફટકાર્યો છે. આ કેસમાં ફરીયાદી વતી વકીલ તરીકે રમેશ યુ. પટેલ, મુકતા.આર.પટેલ, કેવિન,એમ. ભંડેરી, રણજીત બી મકવાણા, એલ.બી. સાવલીયા તથા હર્ષા વી.ભંડેરી રોકાયા હતા.