ગુજરાત
ભાવનગરમાંથી રૂ.2.58 લાખની કિંમતના MD ડ્રગ્સના જથ્થા સાથે એક ઝડપાયો
ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ એ ભાવનગર જીલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને સંપુર્ણ નેસ્તનાબુદ કરવા માટે ભાવનગર જિલ્લા તથા રાજ્યમાંથી ચોરી છુપીથી નાર્કોટીકસ ડ્રગ્સ લાવી ભાવનગર શહેરમા ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવ્રુતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તેવી પ્રવ્રુતિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ. સુનેસરાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પોલીસે ચોક્કસ બાતમીના આધારે શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા હનીફભાઇ સુલતાનભાઇ બેલીમ ઉ.વ 48 ના ઘરમા દરોડો પાડી મેફેડ્રોન -એમડી ડ્રગ્સ જેનુ વજન- 25.840 ગ્રામ કિ.રૂ. 2,58,400/- તથા બે મોબાઇલ ફોન કિ.રૂા.10,000/- વિગેરે સહીતનો કુલ મુદ્દામાલની કુલ કિ.રૂા.2,68,400/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.