ક્રાઇમ

ધાંગધ્રામાં ચોરીના 12 બાઇક સાથે એક આરોપી ઝડપાયો

Published

on

ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ ઉપર આવેલા બાઇકના શોરૂૂમમાં એક સગીર શખ્સ ની મદદથી આરોપી દ્વારા બાર જેટલા બાઈક ચોરી કરેલ તે અંગેની ધાંગધ્રા સિટીમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારે એલસીબી દ્વારા અને પેરલ ફોલો દ્વારા તપાસ કરી એક આરોપીને ચોરી ના બાર બાઈક અને 9.16 લાખ નો સાથે ઝડપી પાડી બાર જેટલા બાઇક કબજે કરી ચોર નો ભેદ ઉકેલ નાખ્યો હતો.


ધાંગધ્રા શહેરમાં બાઈક ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ધાંગધ્રાના હળવદ રોડ ઉપર આવેલા બાઇકના શોરૂૂમમાં બાર બાઈક ની ચોરીની ફરીયાદ નોધાતા ડીએસપી ડો ગીરીશ પડ્યા ની સૂચના ડીવાયએસપી જે ડી પુરોહિત ના માગઁદશઁન નીચે સીટી પીઆઈ એમ યુ મસ્સી એલસીબી પીઆઈ જે જે જાડેજા પીએસઆઈ પઠાણ હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ ધાઘર પ્રરીક્ષીતસિહ ઝાલા પ્રતાપસિંહ રાઠોડ. સંજયભાઈ પાઠક અસ્લમખાન મલેક .અશોકભાઈ સેખવા યશપાલસિહ રાઠોડ અને સ્ટાફ દ્વારા ધનીશ તપાસ હાથ ધરવામાં આવી તપાસ કરતાં હોન્ડા શોરૂૂમમાં થી કોઈ સંડોવાયા હોવાની બાતમી મળતા એક સગીર તરૂૂણ ની મદદગારીથી આરોપી વિજયભાઈ મકવાણા રહે આંબેડકર નગર ધ્રાંગધ્રા વાળાએ બાઈક ચોરી કયૉં નુ ખુલતા આરોપી વિજયભાઈ મકવાણા ને બાતમીના આધારે ધ્રાંગધ્રા સબ જેલ પાસે થી બાઈક સાથે જડપી પાડી પુછપરછ કરતા ચોરી કયૉં નુ કબુલી લેતા તેની પાસે થી ચોરી કરેલા 12 બાઈક કીમત 9.16 લાખના કબ્જે લઈને આરોપી ની પુછપરછ હાથ ધરવામાં આવી હતી અને બાઈક અને આરોપી ને ધ્રાંગધ્રા સીટી પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો ત્યારે ચોરી ભેદ ઉકેલી નાખવામાં આવ્યો હતો વધુ તપાસ સીટી પીઆઈ એમ યુ મસ્સી કરી રહ્યા છે.


બાઈક ચોરી આરોપી પર પ્રાતીય ખેત મજૂરો ને કોઢ અને ઘુમઠ વિસ્તારમાં રહેતા લોકો ને 15થી 25 હજાર મા આપી બાદ મા કાગળ આપવાનુ જણાવતા હતા ત્યારે સસ્તા બાઈક ખરીદી ની લાલચમાં ખરીદી કરનાર ને બાઈક અને નાણા ગુમાવાનો વારો આવ્યો છે એક માસ પણ વાપરી નથી શક્યા ધ્રાંગધ્રા ના હળવદ રોડ પર આવેલા શ્રીજી હીરો હેન્ડાના શોરૂૂમમાં થી 5 નવેમ્બર થી બાઈક ની ચોરી કરવામા આવતી હતી ત્યારે 6 ડીસેમ્બર ના રોજ ફરીયાદ નોંધાયેલ હતી ત્યારે એક માસ બાઈક નો, ચોરી કરાતી હતી ત્યારે ગણતરી કરાતા ચોરી થયાની ખબર પડી હતી અને પોલીસ ફરીયાદ નોંધાવતા સીસીટીવી અને બાતમીદારોને કામે, લગાડી ગણતરી ના સમય મા ચોરીનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version