ગુજરાત

ગુરુપૂર્ણિમા પર રાજ્ય સરકારે શિક્ષકોને આપી મોટી ભેટ, HTAT મુખ્ય શિક્ષકની બદલીના નિયમ જાહેર

Published

on

ગુરુપૂર્ણિમા પર રાજ્ય સરકાર તરફથી શિક્ષકોને મોટી ભેટ મળી છે. રાજ્ય સરકારે બદલીના નિયમોમાં ફેરફાર કર્યા છે. રાજ્યના શિક્ષણમંત્રીએ ખુદ આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે.

ગુરૂપૂર્ણિમા નિમિત્તે HTAT મુખ્ય શિક્ષકની બદલીના નિયમ જાહેર કરવામાં આવ્યા છે.રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે ટ્વિટ કરીને લખ્યું કે, ગૂરૂપૂર્ણિમા નિમિત્તે ગુજરાતના ગુરુજનોને રાજ્ય સરકારની ભેટ…..મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર. રાજ્ય સરકારનાં પારદર્શી, પ્રતિબધ્ધ અને પ્રમાણિક પ્રયાસોનું પરિણામ ગુરુજનોને અર્પણ.

(1) મહેકમ ગણવાની પધ્ધતિ

બાલવાટીકાથી ધો 5 માં 150 કે તેથી વધુ વિધાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.

ધો-6 થી 8 માં 100 કે તેથી વધુ વિધાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.

બાલવાટીકાથી ધો-8 માં 150 કે તેથી વધુ વિધાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.

(2) જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછી ૩ વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઇશે.

(3) જિલ્લા ફેર બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈશે. 50 % જગ્યાઓ અગ્રતાથી અને 50 % શ્રેયાનતાથી ભરવાની રહેશે.

(4) તબીબી કિસ્સાઓની બદલી, રાષ્ટ્રીય/રાજય સુરક્ષા હેઠળના અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ/પત્નીની બદલીઓ, રાજયના વડા મથકના બિન બદલીપાત્ર અધિકારી/કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ/પત્નિની બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે.

(5) દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી ક૨શે.

(6) જે તે શાળામાં મહેકમ જળવાતું ન હોય, તો તેઓને પ્રથમ પગારકેન્દ્રની મંજુર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા ૫૨, તે પછી તાલુકાની મંજુર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યાઓ ૫૨, તે પછી જિલ્લાની મંજુર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા ૫૨ સમાવવામાં આવશે.

(7) જિલ્લા ફેર/જિલ્લા આંતરિક અરસ પરસ બદલી

બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ કોઈ પણ મુખ્ય શિક્ષકની સામે અરસ પરસ બદલી કરી શકાશે.

આંતરિક / જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર ક્રમશ: 56 વર્ષ અને ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version