રાષ્ટ્રીય
દિવાળીએ ચાંદીનો ભાવ ઓલટાઈમ હાઈ રૂા. 1,09,000 પર પહોંચ્યો, શેરબજારમાં કડાકો
સોનું 81,330ના રેકોર્ડ સ્તરે પહોંચ્યું
આજે દેશ-દુનિયામાં દિવાળીનું પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યું છે. જેથી દુનિયાભરમાં સોના-ચાંદીના ભાવમાં બંપર ઉછાળો નોંધાયો છે. ધનતેરસ અને તેના આગામી બે દિવસમાં સોનામાં રૂૂપિયા 1530નો વધારો થયો છે. આજે ગુરુવારે દિવાળીના દિવસે પણ વધારો ઝીંકાયો છે. 31 ઑકટોબરે સોનામાં 150થી 170 રૂૂપિયા વધારો થયો છે. દેશના મોટાભાગના શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ 81,330 રૂૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે આજે 22 કેરેટ સોનાનો રેટ 74,550 રૂૂપિયા છે.
સેન્સેક્સમાં આજે 572 પોઈન્ટ અને નિફ્ટીમાં 149 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. 23 ઑક્ટોબરના રોજ ચાંદીએ રૂૂપિયા 1.04 લાખની ઓલટાઈમ હાઈ સપાટી બનાવી હતી. હાલમાં ચેન્નાઈ, હૈદરાબાદ અને કેરળમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂૂપિયા 1,09,000 છે. જો કે અહીં ચાંદીના ભાવ દેશમાં સૌથી વધુ છે.
સેન્સેક્સ ગઈકાલની 79942ના બંધ સામે આજે 80,444 પર ખુલ્યો હતો. વેચવાલી માર્કેટ પર હાવી રહેતા બપોરે 1 વાગ્યે સેન્સેક્સમાં 572 પોઈન્ટ સુધીનો કડાકો બોલતા 79,570 સુધી ઘટી ગયો હતો. નિફ્ટી આજે ગઈકાલના 24,340ના બંધ સામે 24,191 સુધી ઘટી હતી.