Site icon Gujarat Mirror

ઓમનગરના યુવાને પથરીનો દુખાવો સહન નહીં થતા ફિનાઈલ પી લીધું

મોરબી રોડ પર યુવતીએ ઝેરી દવા પી લેતાં સારવારમાં ખસેડાઈ

કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ ઓમનગરમાં રહેતાં અમીત વિપુલભાઈ સોલંકી (ઉ.30) પોતાના ઘરે હતો ત્યારે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં પથરીનો દુ:ખાવો ઉપડયો હતો. દુ:ખાવો સહન નહીં થતાં યુવાને ફીનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બીજા બનાવમાં મોરબી રોડ પર જકાતનાકા પાસે આવેલ પચ્ચીસવારીયામાં રહેતી શ્વાતીબેન જયેશભાઈ જયસ્વાલ નામની 25 વર્ષની યુવતી રાત્રીના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતીં. યુવતીને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version