ગુજરાત

બસપોર્ટમાં ‘હળવા’ થવાનો ‘ભારેખમ’ ચાર્જ !

Published

on

મુસાફરો પાસેથી લઘુશંકા કરવાના બાકાયદા રૂા. 10ના ઉઘરાણાં : કોન્ટ્રાક્ટમાં જોગવાઈ પાંચ રૂપિયાની, એજન્સી દ્વારા રૂા. 10થી 20ની વસુલાત

રાજકોટ બસપોર્ટમાં આવેલા શૌચાલયમાં મુસાફરોને લુટવાનો કારસો ચાલી રહ્યો છે. કોન્ટ્રાક્ટની જોગવાઈનો ઉલાળિયો કરી શૌચાલયની એજન્સી ચલાવતા કોન્ટ્રાક્ટરો દ્વારા રૂા. 10થી 20ના ઉઘરાણા કરી મુસાફરોને લુંટવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. સૌચાલય અનિવાર્ય હોય તેને આવા સ્થળોએ ફ્રી સુવિધા આપવાની જોગવાઈ હોવી જોઈએ છતાં પણ એજન્સીઓ દ્વારા ઉઘરાણા કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી છે.


આ અંગે ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિના જણાવ્યા મુજબ એસટી બસપોર્ટ ખાતે યુરીનલમાં ઉઘાડી લુટ ચાલી રહી છે એન ખાસ કરીને મહિલા યુરિનલોમાં રૂા. 5થી 10 પડાવવામાં આવે છે. આ સુવિધા ફ્રી હોવી જોઈએ છતાં પણ એજન્સી દ્વારા મહિલાઓ પાસેથી ચાર્જ વસુલવામાં આવી રહ્યો હોવાથી કચવાટ જોવા મળી રહ્યો છે. બસસ્ટેન્ડમાં દૈનિક હજારો મુસાફરો આવન-જાવન કરી રહ્યા છે. તેના માટે સરકારે આ સુવિધા ફ્રી કરી હોવા છતાં પણ યુરિનલના પણ ચાર્જ વસુલવામાં આવી રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ દિવ્યાંગો પાસેથી પણ ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે.
વધુમાં હિતરક્ષક સમિતિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આ પ્રકારની લુંટ ચલાવવામાં આવી રહી છે.

જેને પગલે જેને પગલે સીસીટીવી ફૂટેજ મેળવી દોષીતો સામે કાર્યવાહી થવી જોઈએ સમગ્ર ગુજરાતમાં વીજીલન્સ દ્વારા ખાનગી રાહે ડ્રાઈવ ગોઠવી આ પ્રકારે મુસાફરોને લુંટનારા સામે જવાબદાર અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્’ટર વિરુદ્ધ અને એજન્સી વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ. રાજકોટ બસપોર્ટમાં ઉઘરાવાતા ચાર્જ બાબતે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી છે અને તેની તપાસ તાત્કાલીક ધોરણે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

કોન્ટ્રાક્ટની જોગવાઈ મુજબ ચાર્જ વસુલવા નોટિસ : ડિવિઝન નિયામક
બસપોર્ટમાં આવેલા સૌચાલયનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે પરંતુ કોન્ટ્રાક્ટ કરતા વધુ ચાર્જ મુસાફરો પાસેથી વસુલવામાં આવતો હોવાની ફરિયાદ મળતા એજન્સીને નોટીસ ફટકારવામાં આવી છે અને કોન્ટ્રાક્ટની જોગવાઈ મુજબ ચાર્જ વસુલવા તાકીદ કરી રૂા. 10 હજારની પેનલ્ટી ફટકારી છે. તેમ રાજકોટ ડિવિઝનના નિયામક જે.બી. કલોતરાએ જણાવ્યું હતું.

ફ્રી સેવાનો પણ ચાર્જ આપવાનો ? : મુસાફરોમાં કચવાટ
રાજકોટ બસપોર્ટના સૌચાલયમાં એજન્સી દ્વારા રૂા. 10ના ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે જેની સામે મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આવશ્યક સેવાઓ માટે પણ એજન્સી ચાર્જ લેતી હોવાની રાવ કરવામાં આવી હતી. આ અંગે સત્તાધીશોએ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવું કચવાટ સાથે મુસાફરોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version