રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં ઊલટી ગંગા, અજિત પવાર જૂથના 25 નેતાઓ શરદ પવારના શરણે

Published

on

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલા પિંપરી-ચિંચવડમાં અજિત પવારને મોટો આંચકો લાગ્યો છે. લોકસભાની ચૂંટણીમાં નબળા દેખાવ અને બેઠકોની વહેંચણીમાં ઓછી બેઠકો મળવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં હવે તેમના સાથીઓ તેમને છોડીને ફરી પાછા મૂળ પક્ષમાં જઈ રહ્યા છે. એનસીપીના પિંપરી-ચિંચવડ વિસ્તારના ચાર મોટા નેતાઓ સહિત પચીસ નેતાએ રાજીનામું આપી દીધું છે. પાર્ટી છોડી ચૂકેલા નેતાઓ શરદ પવારના જૂથ એનસીપી (એસપી)માં જોડાઈ ગયા હતા.


એનસીપીના પિંપરી-ચિંચવડ એકમના વડા અજીત ગવ્હાણે, પિંપરી-ચિંચવડ વિદ્યાર્થી પાંખના વડા યશ સાને, ભૂતપૂર્વ કાઉન્સિલર રાહુલ ભોસલે અને પંકજ ભાલેકર અને લગભગ 20 ભૂતપૂર્વ નગરસેવકો સહિત પચીસ નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. બુધવારે બધા પચીસ નેતાને એનસીપી (એસપી)માં સામેલ કરી લેવામાં આવ્યા હતા.


સૂત્રોએ જણાવ્યું હતું કે મહાયુતિમાં ભોસરી વિધાનસભાની બેઠક મેળવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતાં ગવ્હાણેએ રાજીનામું આપ્યું હતું. લોકસભા ચૂંટણીમાં એનસીપીને માત્ર એક જ બેઠક રાયગઢમાં જીત મળી હતી, મહા વિકાસ આઘાડી (એમવીએ)એ 48માંથી 30 બેઠકો જીતીને મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધનને આંચકો આપ્યો હતો.


અજિત પવારની એનસીપીને માત્ર એક જ બેઠક મળી હતી જ્યારે શરદ પવારના જૂથને આઠ બેઠકો મળી હતી. આ રીતે શરદ પવારનો રાજ્યમાં હજી દબદબો હોવાનું જણાઈ રહ્યું છે અને વિધાનસભાની ચૂંટણીમાં શરદ પવારને વધુ બેઠકો મળવાની શક્યતા જોતાં આ ઊલટી ગંગા વહી રહી છે. ખુદ શરદ પવારે કેટલાક વિધાનસભ્યો પાર્ટીના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો તે બધાની વચ્ચે આ રાજીનામા આવ્યાં છે.


અજિત પવાર જૂથના મોટા નેતા છગન ભુજબળ પણ શરદ પવાર સાથે હાથ મિલાવી શકે છે એવી અટકળો પણ ચાલી રહી છે. ગયા મહિને મહાવિકાસ આઘાડીના સાથી દળ શિવસેના (યુબીટી)ના વરિષ્ઠ નેતા ભુજબળને મળ્યા હતા.


સૂત્રોએ જણાવ્યું હતું કે ભુજબળ એ વાતથી નારાજ હતા કે અજિત પવારે બારામતી લોકસભા ચૂંટણીમાં સુપ્રિયા સુળે સામે હારનારા તેમનાં પત્ની સુનેત્રાને પાર્ટીના ક્વોટાની રાજ્યસભાની બેઠક માટે ઉમેદવાર બનાવ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે પ્રભાવશાળી ઓબીસી નેતા ભુજબળ પોતે રાજ્યસભાની બેઠક અને કેન્દ્રીય પ્રધાનપદું મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા.

ઉદ્ધવ ઠાકરે વિધાનસભાની 125 બેઠકો પર ચૂંટણી લડશે
લોકસભા ચૂંટણીમાં મળેલી જીતથી ઉત્સાહિત ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂૂ કરી દીધી છે. તે મહારાષ્ટ્રની 288માંથી 125 બેઠકો પરથી વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. શિવસેના (ઞઇઝ)ના વડા ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઉત, અનિલ દેસાઈ, સુભાષ દેસાઈ, સુનીલ પ્રભુ અને રાજન વિચારે સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં, અવિભાજિત શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (ગઈઙ) એ અનુક્રમે 56 અને 54 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 44 બેઠકો મળી હતી.


અજીત પવાર સાથે ગઠબંધનથી ભાજપને નુક્સાન, સંઘના સાપ્તાહિકનો રિપોર્ટ
શરદ પવારની એનસીપીએ એક મોટો દાવો કર્યો છે કે આરએસએસ સંબ;ધિત મરાઠી સાપ્તાહિકમાં ભાજપ અને અજિત પવારની એનસીપીના ગઠબંધન પર સવાલ ઊઠાવતો એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો જે ઉપમુખ્યમંત્રી અજિત પવારને મહારાષ્ટ્રમાં સત્તાપક્ષ છોડવા માટે એક મેસેજ છે. આરએસએસ સંબંધિત પ્રકાશન વિવેકમાં દાવો કરાયો છે કે અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપી સાથે ગઠબંધન બાદ મહારાષ્ટ્રમાં મતદારોની ભાવનાઓ ભાજપવિરોધી થઇ ગઈ છે જેના પરિણામ સ્વરૂૂપે ભગવા પાર્ટીનું પ્રદર્શન બગડ્યું છે. તેમાં એવો પણ દાવો કરાયો છે કે ભાજપના સભ્યોને પણ અજિત પવાર સાથેનું ગઠબંધન મંજૂર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version