રાષ્ટ્રીય

NRI કવોટા એક છેતરપિંડી, મેડિકલ એડમિશન મુદ્દે સુપ્રીમ કોર્ટની ઝાટકણી

Published

on

પંજાબ હાઇકોર્ટના આદેશને પડકારતી અરજી રદ કરી

MBBS સીટ માટે NRI ક્વોટા મામલે સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારની ઝાટકણી કાઢી હતી. મેડિકલ એડમિશનમાં NRI ક્વોટાને લઈને સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે આપણે એનઆરઆઈ ક્વોટાનો ધંધો જ બંધ કરી દેવો જોઈએ. આ એક છેતરપિંડી છે. આપણી એજ્યુકેશન સિસ્ટમ સાથે આપણે શું કરી રહ્યા છીએ.
સુપ્રીમ કોર્ટે મેડિકલમાં એડમિશનને લઈને ગછઈં ક્વોટાની વ્યાખ્યાને વ્યાપક બનાવવાનું નોટિફિકેશન રદ કરવા માટે પંજાબ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી રદ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. સુનાવણી દરમિયાન સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, આપણે છેતરપિંડી બંધ કરવી પડશે. હાઈકોર્ટનો આદેશ એકદમ સાચા છે. જો તેના નુકસાનસરક પરિણામો જોઈએ તો જે ઉમેદવારોના ત્રણ ગણા માર્ક્સ છે તેમને પણ એડમિશન નથી મળ્યું. કેન્દ્ર સરકારે સુધરી જવું જોઈએ.


બાબા ફરીદ યુનિવર્સિટી અને આરોગ્ય વિજ્ઞાને ચંદીગઢ અને પંજાબ રાજ્ય વતી મેડિકલ યુજી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પ્રોસ્પેક્ટસ બહાર પાડ્યા હતા. તેમાં યુજી ક્વોટા માટેની છેલ્લી તારીખ 16 ઓગસ્ટ અને પંજાબ રાજ્ય માટે 15 ઓગસ્ટ દર્શાવવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારે 20 ઓગસ્ટે ફોર્મ જમા કરાવ્યા બાદ પ્રવેશ પ્રક્રિયામાં ફેરફાર કર્યો હતો. આ સિવાય ગછઈં ક્વોટાના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા. એવો આરોપ છે કે જ્યારે એનઆરઆઈ ક્વોટાની સીટ ખાલી રહી ત્યારે અન્ય ઉમેદવારોને એન આર આઈ ક્વોટા દ્વારા એમબીબીએસમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.પંજાબ સરકારે ગછઈં ક્વોટા હેઠળ પ્રવેશમાં નજીકના સંબંધીઓ અને આશ્રિતોને પણ સામેલ કર્યા હતા. જેમાં લોકોને તેમના ગછઈં મામા, માસા અને કાકાના નામેં આપવામાં આવેલા પ્રવેશને નકારી કાઢ્યો હતો.
અને ખઇઇજ સીટ માટે ગછઈં ક્વોટા મામલે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું કે, આ કંઈ પૈસા કમાવવાનું મશીન નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version