Site icon Gujarat Mirror

નામચીન હર્ષદ મહાજને ફરી લખણ ઝળક્યા, પુત્રની પુર્વ પત્ની મામલે યુવાનને ધમકી આપી

રાજકોટ શહેરના નામચીન ગણાતા હર્ષદ મહાજને ફરી લખણ જળક્યા છે. પુત્રની પૂર્વ પત્ની મામલે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુનિ. પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

બનાવની પ્રાપ્ત વિગતોઅનુસાર સાધુવાસવાણી રોડ નટરાજનગર પટેલ ક્ધયા છાત્રાલય પાસે એપાર્ટમેન્ટમાં પહેલા માળે રહેતા પ્રિયાંક વિનોદભાઈ મહેતા (ઉ.વ.35)એ નામચીન હર્ષદ ઉર્ફે મહાજન માંડલિયા અને તેના પુત્ર કમલેશ હર્ષદભાઈ સામે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે યુનિ.. પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રિયાંકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રીક્ષા ડ્રાઈવીંગ કરે છે અને તેઓ પ્રેમીકાની દીકરી પ્રિયા સાથે રહે છે. તા. 1 ના રોજ રાત્રે પોતે ઘરે હતો ત્યારે પ્રેમીકાની દિકરી પ્રિયાનો પતિ કમલેશ માંડલિયા કે જેના હાલ છુટાછેડા થઈ ગયા છે તે ઘરે આવ્યો અને ગાળો બોલી પ્રિયાને કેમ મોકલતા નથી કહી દેકારો કરી ગાળો બોલી જતો રહ્યો હતો ત્યાર બાદ મિત્ર કમલેશનો કોલ આવ્યો અને કહ્યું કે મારે તારી સાથે વાત કરવી છે તુ કેમ મળતો નથી બોલાચાલી કરી ગાળો બોલવા લાગ્યો હતો અને ફોન કાપી નાખ્યો હતો.

ત્યાર બાદ તેના પિતા હર્ષદભાઈનો કોલ આવ્યો અને કહેવા લાગ્યો કે તુ કેમ મને મળવા આવતો નથી હું તને ગોતી લઈશ હું રાતે અથવા વહેલી સવારે તારા ઘરે આવીશ. કેટલા દિવસ બહાર રખડે રાખીશ આજ નહી તો કાલે તુ ભેગો થઈશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહી માથાકુટ કરી હતી. જેથી આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા કાર્યવાહી શરૂ કરી છ ે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હર્ષદ અગાઉ ડઝનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. ત્યારે ફરી યુવાનને ધમકી આપતા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Exit mobile version