Site icon Gujarat Mirror

ભગવતીપરાના વિનાયક એપાર્ટમેન્ટમાં બિમારીથી કંટાળી આધેડનો આપઘાત

સાસુ-પુત્રએ દરવાજો ખોલ્યો ત્યારે આધેડ લટકતો’ તો : પરિવારમાં શોક

શહેરના ભગવતીપરામાં વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા આધેડ બિમારીથી કંટાળી ગળેફાંસો ખાી આપઘાત કરી લીધો હતો. આપઘાતની ઘટનાથી પરિવારમાં શોક છવાઈ ગયો છે. આ અંગે બી ડીવીઝન પોલીસના સ્ટાફે કાગળો કર્યા હતાં. બનાવની વધુ વિગતો અનુસાર વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા રાજુભાઈ જેસીંગભાઈ વાગવેલીયા (ઉ.વ.42) નામના આધેડે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા અરેરાટી મચી ગઈ હતી. તેમના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે. રાજુભાઈ ઈમિટેશનની મજુરી કામ કરતા હતા તેમને સંતાનમાં બે દિકરી એક દીકરો છે. પોતે ત્રણ ભાઈ એક બહેનમાં બીજા નંબરના હતા તેમનો પુત્ર જયેશ કારખાનામાં મજુરી કામ કરે છે પત્ની હેતલ રેલનગરમાં કટલેરીની દુકાન ચલાવે છે.

ગઈકાલે સાંજે રાજુભાઈના સાસુ ઘરે આવ્યા હતા તેઓએ દરવાજો ખખડાવતા ખુલ્યો નહીં જેથી જયેશને વાત કરતા તેમણે ચાવીથી દરવાજો ખોલતા રાજુભાઈ લટકતી હાલતમાં જોવા મળ્યા હતાં.

રાજુભાઈએ હજુ ગયા મહિને જ કારની લોન પુરી કરી હતી કોઈ દેણુ હતું નહીં પરંતુ ડાયાલીસીસ હોય જેનાથી કંટાળી તેઓએ આ પગલુ ભરી લીધું હતું.

Exit mobile version