Site icon Gujarat Mirror

મોરબી પીપલ્સ ક્રેડીટસ સોસાયટીની ચૂંંટણીમાં રાજકોટ ડેરીના માજી ડીરેકટરનું ઉમેદવારી ફોર્મ રદ

રાજકોટ સમક્ષ મોરબી જીલ્લાની મોરબી પીપલ્સ ક્રેડીટ કો-ઓપ.સોસા. લી.-રાજકોટની કારોબારી સમિતી સભ્યોની ચુંટણીમાં રાજકોટ ડેરીના માજી ડીરેકટર ધર્મેન્દ્રકુમાર ઠાકરશીભાઈ વીઠજાએ ઉમેદવારી ફોર્મ ભરેલ, જે ઉમેદવારી ફોર્મ ચુંટણી અધિકારી ધ્વારા રદ કરવામાં આવેલ જે હુકમથી નારાજ થઈને ધર્મેન્દ્રકુમાર વીડજાએ રાજકોટની લવાદ કોર્ટ સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ મજુંર કરવા વિકલ્પે ચુંટણી સ્ટે કરવાની દાદ સાથે દાવો દાખલ કરેલ અને તેમાં મોરબી પીપલ્સ ક્રેડીટ કો-ઓપ.સોસા.લી.- રાજકોટ ધ્વારા સહકારી ક્ષેત્રના એડવોકેટે રજુઆત કરતાં ચુંટણી અધિકારીના ઉમેદવારી ફોર્મ નામજુંર કરવાનો હુકમ લવાદ કોર્ટના જજ જે.એન.દવે સાહેબ ધ્વારા માન્ય રાખવામાં આવેલ છે.

આ કેસની હકીકત મુજબ મોરબી પિપલ્સ ક્રેડીટ કો-ઓપ.સોસાયટી લી.- મોરબીની જુદા – જુદા કેટેગરીના કુલ -13 કારોબારી સમિતી સભ્યોની ચુંટણીની કામગીરી ચાલુ છે અને તેમાં રાજકોટ ડેરીના માજી ડિરેકટર ધર્મેન્દ્રકુમાર વીડજાએ ઉમેદવારી ફોર્મ ભરેલ પરતું તે ઉમેદવારી ફોર્મ કઈ જગ્યા માટે ઉમેદવારી ફોર્મ ભરેલ છે?

તેની કોઈ વિગત ઉમેદવારી ફોર્મમાં ભરેલ નથી જેથી વીડજાનું ઉમેદવારી ફોર્મ ચુંટણી અધિકારીએ રદ કરેલ અને તે હુકમથી નારાજ થઈને વીડજાએ રાજકોટની લવાદ કોર્ટ સમક્ષ દાવો દાખલ કરીને પોતાનું ઉમેદવારી ફોર્મ મજુંર કરવા વિકલ્પે ચુંટણી સ્ટે કરવાની દાદ સાથે દાવો દાખલ કરેલ અને મોરબી ક્રેડીટ સોસાયટીને તેનો સમન્સ-નોટીસ બજતાં તેના ધ્વારા રાજકોટના સહકારી ક્ષેત્રના નામાકીંત એડવોકેટ સતિષ દેથલિયા એ લવાદ કોર્ટ સમક્ષ કાયદાકીય તેમજ રેકર્ડ આધારીત જોરદાર દલીલ કરેલ કે… ધર્મેન્દભાઈ વીડજા સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલ છે, સહકારી પ્રવૃતિથી જાણકાર છે, રાજકોટ ડેરીમાં ડીરેક્ટર તરીકે સેવા આપેલ છે, વીડજા તેના હકક અને અધિકાર માટે જાગૃત રહેલ નથી.

ઉમેદવારી ફોર્મની ચકાસણી સમયે હાજર રહેલ નથી, કઈ સીટ માટે ઉમેદવારી કરવામાં આવેલ છે તે ઉમેદવારી ફોર્મ પરથી સ્પષ્ટ થતું નથી, મતદાનનો છેલ્લો તબકકો જ બાકી છે, છેલ્લી ધડીએ દાવો લાવેલ છે, નામ. ઉપલી અદાલત પ્વારા સીંધ્ધાતો નકકી કરી આપેલ છે કે ચુંટણી ચાલુ થયા પછી અટકાવવી ન જોઈએ કે વચગાળાના તબકકે ફાયનલ દાદ આપી શકાય નહી તેમજ જે ઉમેદવાર પોતાના હકક અને અધિકાર માટે જાગૃત ન હોય તેવાને કોઈ દાદ મળી શકે નહીં, દાદ મજુ2 ક2વાથી અન્યને પારાવાર હાડમારી ઉભી થાય તેમ છે.

તેવી રજુઆતો કરેલ છે. લવાદ કોર્ટ ધ્વારા એડવોકેટ દેથલીયાની રજુઆત ત્થા રેકર્ડ, કાયદાકીય જોગવાઈ જોઈ તપાસીને ઉમેદવાર વીડજાની વચગાળાનો મનાઈ હુકમ મળવાની અરજી રદ કરવામાં આવેલ છે અને ચુંટણી અધિકારી રાજેશભાઈ ગોહેલનો ઉમેદવારી ફોર્મ રદ કરવાનો હુકમને માન્યતા આપેલ છે.આ કામમાં મોરબી પીપલ્સ ક્રેડીટ કો-ઓપ.સોસા.લી.- મોરબી ત્થા તેના ચુંટણી અધિકારી વતી રાજકોટના સહકારી તેમજ રેવન્યુ ક્ષેતના એડવોકેટ સતિષ દેથલીયા, સુભાષ પટેલ, રમેશ સોલકી, જયસુખ બારોટ રોકાયેલ છે.

Exit mobile version